
Kheda News: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં દારુ પીધા બાદ ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. પોલીસનું કહેવું છે કે સોડા પીવાથી મોત થયા. જ્યારે પરિવારનો આક્ષેપ છે કે દારુ પીધા બાદ ત્રણેય લોકોના મોત થયા છે. ત્યારે સચ્ચાઈ શું છે તે હજું સુધી બહાર આવી નથી. જેથી ખેડા પોલીસ શંકાના દાયરામાં આવી છે.
બે દિવસ અગાઉ નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા હતા. મોતના બે દિવસ બાદ પણ પોલીસ મોતનું કારણ છૂપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે હવે પીએમ અને વિસેરાના રિપોર્ટને આગળ ધરી લઠ્ઠાકાંડ પરથી પડદો પાડવાની કોશિશ કરી રહી છે. જો કે સવાલો થઈ રહ્યા છે આ ત્રણ લોકોએ એવું તે કયું કેમિકલ પીધું કે તેમના મોત થયા? તેનું ચોક્કસ કારણ પોલીસ પણ જણાવી શકી નથી. પોલીસ કહે છે સોડા પીધા બાદ મોત થયા. જ્યારે પરિવારના લોકોનો આક્ષેપ છે કે દારુ પીધા બાદ મોત થયા છે. જેથી ખેડા જીલ્લા પોલીસ સામે શંકાની સોય ઉભી થઈ છે.
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતાં કનુ ચૌહાણ, રવિન્દ્ર રાઠોડ અને યોગેશ કુશવાહાના દેશી દારુ પીધા બાદ રહસમ્ય સંજોગોમાં મોત થયા છે. પોલીસ વડા રાજેશ ગઠિયાએ કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટ( હ્રદય અને ફેફસા બંધ થવા)થી ત્રણેય લોકોના મોત થયાનું રટણ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું વિસેરાના રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ વધુ સ્પષ્ટ થસે. જો કે પોલીસ ગોળગોળ જવાબથી પોલીસ શંકાના ઘેરામાં આવી છે. હાલ આ મામલાની તપાસ એલસીબી શાખાના પોલીસ ઈસ્પેક્ટર કરી રહ્યા છે.
પોલીસે કહ્યું છે કે નડિયાદ સિવિલ હોસ્પિટલ મારફતે બ્લડ સેમ્પલ મેળવી ચકાસણી કરાવી હતી. જેમાં દારુ પીવાથી મોત થયું નથી. તેવું તારણ બહાર આવ્યું નથી. બ્લડ રિપોર્ટમાં જણવા મળ્યું હતુ કે મિથેનોલ મળી આવ્યુ નથી. ત્યારે સવાલ થાય છે કે દારુ પીધાની જ ચકાસણી કેમ થઈ? બીજા કયા કેમિકલના તત્વો છે, તેની તપાસ કરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરના અનેક ઠેકાણે દારુના અડ્ડાઓ ધમધમે છે. છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ થયા છે. જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે પોલીસ જાગે છે. આ અગાઉ પણ સિરપ કાંડમાં પણ 6થી વધુ લોકોના મોત થયા હતા.
લઠ્ઠો બનાવવાની પ્રક્રિયાને ઝડપથી બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ કરાય છે
લઠ્ઠો મુખ્યત્વે દેશી દારૂ બનાવવા માટે ગોળ અને ફળોને પાણીમાં સડાવીને બનાવવામાં આવતો હોય છે. ગોળ અને ફળોને સડાવવા માટે પાણી સાથે માટલામાં ભરી રાખવામાં આવે છે. ઘણી વખત ફર્મેન્ટેશનની પ્રોસસ ઝડપી બનાવવા માટે માટલાને જમીનની અંદર રાખવામાં આવે છે. નિષ્ણાંતોના અનુસાર ફર્મેન્ટેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે બુટલેગરો તેમાં મિથેનોલનો ઉપયોગ કરતાં હોય છે.
આ પણ વાંચોઃ Mahakumbh 2025: માઘી પૂર્ણિમાના અમૃત સ્નાન માટે ભારે ભીડ ઉમટી, 74 લાખ ભક્તોએ વહેલી સવારે સ્નાન કર્યું
આ પણ વાંચોઃ Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો







