
Kirti Patel controversy: સોશિયલ મીડિયામાં અશ્લિલ ગાળો બોલીને કુખ્યાત થયેલી કિર્તી પટેલ હાલ પોલીસના જાપ્તામાં છે. પરંતુ કિર્તી પટેલને પોલીસની જરા પણ બીક નથી. ધરપકડ બાદ પણ કીર્તિ પટેલના તેર હજુય એવાને એવા છે. હાલમાં કીર્તિ પટેલનો કોર્ટમાં જતા સમયનો વીડિયો સામે આવ્યો છે તે હસતા હસતા વીડિયો બનાવનારને કહે છે કે, ‘લઈ લે બરાબર મસ્ત હો…’ તેના આ વીડિયો પરથી જોઈ શકાય છે કે, જેલની હવા ખાધા બાદ પણ કીર્તીનું પાણી ઉતર્યું નથી તે હજુ પણ તેવર બતાવી રહી છે જાણ કે તે બતાવવા માંગતી હોય કે તેનું કોઈ કશુ બગાડી નહીં શકે…
Kirti Patel ને પોલીસની કોઈ જ બીક નથી
જો વાત કરવામાં આવે તો સુરતમાં દોઢ મહિના પહેલા વિવાદિત મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ધરપકડ સમયે જે વીડિયો આવ્યા હતા તેમાં પણ જોવા મળ્યું હતુ કે, પોલીસની સામે પણ તે દાંત કાઢી રહી હતી અને જાણે કે બહુ સારુ કામ કર્યા બાદ પોલીસ તેનું સન્માન કરવાની હોય તેમ તે તેવર બતાવી રહી હતી.
પોલીસની હાજરીમાં કીર્તિએ કર્યો કિલકિલાટ
હવે કીર્તિ પટેલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયો કોર્ટમાંથી જેલમાં જતા સમયનો છે જેમાં જોઈ શકાય છે કે, જ્યારે તે પોલીસની સાથે કોર્ટમાંથી બહાર નિકળે છે ત્યારે પહેલા તેને પોતાનો ચહેરો દુપટ્ટાથી બાંધેલો હોય છે અને તે કેમેરેના જોતા જ દુપટ્ટાને હટાવી લે છે અને હસતા હસતા પોતાનો ચહેરો બતાવીને કહે છે કે, લઈ લે બરાબર મસ્ત હો…’ આમ આ વીડિયો પરથી કહી શકાય કે, ધરપકડ બાદ પણ કીર્તીના તેવર ઓછા નથી થયા તેને પોલીસનો જરા પણ ભય નથી.
હાલમાં કીર્તી કેમ છે જેલમાં ?
17 જૂન, 2025ની ધરપકડ બાદ કીર્તી પટેલ હાલ જેલમાં છે. તેણે એક મહિનામાં બે વખત જામીન માટે અરજી કરી, પરંતુ કોર્ટે તેની અરજી નામંજૂર કરી. સરકારી વકીલે તેના ગુનાહિત ઇતિહાસ અને સતત સરનામું બદલવાની આદતને કારણે જામીન ન આપવાની દલીલ કરી હતી.
કીર્તી પટેલના વિવાદ
ખંડણીના આરોપ
2025નો કેસ: સુરતમાં એક બિલ્ડર પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં કીર્તી પટેલની 17 જૂન, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેની સામે 10 જેટલા ગુના નોંધાયેલા છે, અને તે હાલ જેલમાં છે.
2024નો કેસ:અગાઉ જૂન 2024માં, બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી. તે લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહી હતી, પરંતુ અમદાવાદથી ઝડપાઈ હતી.
સરખેજ ભારતી આશ્રમ વિવાદ
સપ્ટેમ્બર 2024માં, કીર્તી પટેલે સરખેજના ભારતી આશ્રમમાં ઋષિ ભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળ્યું અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. આ ઘટનાએ આશ્રમના અધિપત્યના વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો. કોળી સમાજે આ મુદ્દે કીર્તી અને રામદાન ગઢવી સામે વિરોધ પ્રદર્શન કરી, પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી.
રોયલ રાજા વિવાદ
કીર્તી પટેલે યુટ્યુબર રોયલ રાજાને નગ્ન કરીને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો. આ ઘટનામાં તેણે વીડિયો કોલ દરમિયાન હુમલાખોરોને રાજાના વાળ અને મૂછ કાપવાનો આદેશ આપ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો.
ખજૂરભાઈ અને અન્ય સેલિબ્રિટીઝ
કીર્તીએ ખજૂરભાઈ (નીતિન જાની), દેવાયત ખવડ, અને અન્ય લોકો પર આક્ષેપો કરી વિવાદો સર્જ્યા
ગુનાહિત રેકોર્ડ
2017થી અત્યાર સુધી કીર્તી પટેલ સામે ગુજરાતના વિવિધ શહેરો (અમદાવાદ, સુરત, ગાંધીનગર, પાટણ, જૂનાગઢ)માં 10થી વધુ FIR નોંધાઈ છે, જેમાં હત્યાનો પ્રયાસ, ખંડણી, ગુનાહિત ધાકધમકી, અને દારૂબંધી જેવા આરોપોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
‘રસ્તા પર ખાડા પડે તો, ફોન ન કરવાના, પાવડો-તગારો, લઈ આવો અને જાતે પુરી દો : Kuber Dindor
Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
Bihar Accident: બિહારમાં યાત્રાળુઓથી ભરેલી પિકઅપ વાન પલટી , 5 લોકોના મોત