
Mehsana: ગુજરાતમાં વારંવાર લાંચિયા અધિકારીઓ ઝડપતાં હોય છે. ત્યારે હવે ગુજરાતમાં વધેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો મહેસાણાના બહુચરાજીમાંથી સામે આવ્યો છે. જ્યા મમાલતદાર કચેરીમાં એક કર્મચારી હયાતી હક દાખલની નોંધ મંજૂર કરવા માટે લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયો છે. જેથી ACB એ આરોપી કર્મચારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર બહુચરાજી તાલુકાના એક ગામમાં રહેતા ખેડૂતને જમીનમાં પોતાનું અને ભાઈઓનું નામ દાખલ કરાવવાનું હતુ. જેથી હયાતી હક દાખલ કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. અરજી બાદ હક હયાતીની નોંધ મંજૂર કરવા માટે સર્કલ ઓફિસર ભુપેન્દ્ર પરમારે ખેડૂત પાસે રુ. 50 હજાર માગ્યા ગતા. ફોન કરીને લાંચ માંગતા ખેડૂતે 10,000 રૂપિયા આપવા કહ્યું હતુ. જો કે આ રકમ પણ ખેડૂત આપવા માગતા ન હતા.
જેથી ફરી સર્કલ ઓફિસર ભુપેન્દ્રભાઈએ નોંધ પાડીને લાંચની રકમ મેળવવા માટે સંપર્ક કર્યો હતો. જો કે લાંચની માગણીની જાણ ખેડૂતે મહેસાણા ACBને કરી દીધી હતી.
ત્યારબાદ ACBએ છટકુ ગોઠવી ગઈકાલે ગુરુવારના રોજ બહુચરાજીની મામલતદાર કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યુ હતું. ચેમ્બરમાં જ ખેડૂતના હાથે રકઝકના અંતે 7500ની લાંચ લેતા સર્કલ ઓફિસર ભુપેન્દ્ર પુંજાભાઈ પરમારને ACBની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી સર્કલ ઓફિસનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પંથકમાં ચર્ચાઓ થઈ રહી છે કે આ ઓફિસર વારંવાર લાંચ લેતો હતો. જો કે લોકો લાંચ આપી દેતાં હતા. આ વખતે ACBને જાણ કરી દેતાં તે ઝડપાઈ ગયો છે.
આ પણ વાંચોઃ સૌરભનું કાપેલું માથુ લઈ મુસ્કાન બોયફ્રેન્ડ સાથે સૂઈ રહી, મેરઠ હત્યાકાંડનું ભયાનક સત્ય | Saurabh murder case
આ પણ વાંચોઃ ભર ઉનાળે કચ્છમાં ચોમાસાનો માહોલ, કમોસમી વરસાદ પડતાં ખેડતો ચિંતત |Unseasonal Rain Gujarat
આ પણ વાંચોઃ CM નીતિશ કુમારની માનસિક સ્થિતિ ઉપર પ્રશ્ન? રાષ્ટ્રગીત વચ્ચે વિચિત્ર વર્તન?







