માઈક્રોસોફ્ટ ભારતમાં 25 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે, જાણો દેશને શું ફાયદો?

  • India
  • January 8, 2025
  • 0 Comments

અમેરિકાની દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટે ભારતમાં 3 અબજ ડોલર( લગભગ 25 હજાર કરોડ)ના રોકાણની જાહેરાત કરી છે. કંપનીના સત્ય નડેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના એક દિવસ બાદ આ જાહેરાત કરી હતી. આ રોકાણ ભારતની ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષમતાઓને મજબૂત કરવા માટે કરવામાં આવશે. માર્કેટ કેપની દ્રષ્ટિએ માઇક્રોસોફ્ટ વિશ્વની ત્રીજી સૌથી મોટી કંપની છે. તેનું માર્કેટ કેપ $3.181 ટ્રિલિયન છે. આનાથી આગળ એપલ ($3.703 ટ્રિલિયન) અને Nvidia  કંપનીનું ($3.659 ટ્રિલિયન) છે.

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ કહ્યું કે ભારતમાં GitHub પર 17 મિલિયન ડેવલપર્સ છે. તે 2028 સુધીમાં સૌથી મોટું હશે. ભારતમાં 30,500 થી વધુ AI પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કંપનીએ તેની ક્ષમતાને વિસ્તારવા માટે વધારાના $3 બિલિયનનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. ભારતમાં કંપનીનું અત્યાર સુધીનું આ સૌથી મોટું વિસ્તરણ છે. કંપની ભારતમાં ઘણું પ્રાદેશિક વિસ્તરણ કરી રહી છે. નડેલાએ કહ્યું કે કંપની ભારતમાં દરેક વ્યક્તિ અને સંસ્થાને સશક્ત બનાવવાના મિશન પર કામ કરી રહી છે.

મોદી સાથે મુલાકાત

નડેલાએ જણાવ્યું હતું કે, ‘અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ દેશની માનવ મૂડી ટેકનોલોજીની વિપુલ તકો અને શક્યતાઓનો લાભ લઈને વિસ્તરણ કરવાનું ચાલુ રાખી શકે. તેથી જ અમે આજે અમારી પ્રતિબદ્ધતા જાહેર કરતાં ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે 2030 સુધીમાં એક કરોડ લોકોને AI કૌશલ્ય માટે તાલીમ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પહેલા સોમવારે નડેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ટેક ઈનોવેશન અને AI વિશે ચર્ચા કરી.

આ સમાચાર પણ વાંચોઃ અંકલેશ્વર નજીક ભયંકર અકસ્માતઃ કાર આગળની ટ્રક સાથે ભટકાઈ, 3ના મોત

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 3 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 4 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 13 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 19 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 37 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના