
Nadiad Bus-school Van Accident: આજે નડિયાદના ઉત્તરસંડા રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પાછળથી આવતી બસ આગળ જતી સ્કૂલવાનને ટક્કર મારી હતી. જેથી ઈકો કારના પાછળનો ભાગ કૂચ્ચો બોલી ગયો હતો. દરમિયાન ઈકો સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ સવાર હતા. તેઓ ચિંચીયારીઓ પાડી ઉઠ્યા હતા.
નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર ડિમાર્ટ નજીક મધર સ્કૂલની ઈકો વાને યુ-ટર્ન લેવા બ્રેક મારી હતી. જેથી પાછળ આવતી બસ સ્કૂલ વાનમાં ઘૂસી ગઈ હતી. જેથી તમામ વિદ્યાર્થીઓ બૂમાબૂમ કરી મૂકી હતી. વિદ્યાર્થીઓ ચીસો પાડી ઉઠ્યા હતા. આ ઘટનમાં વિદ્યાર્થીઓનો બચાવ થયો છે. આ બસ કરમસદથી આવી હતી અને નડિયાદ બસ સ્ટેન્ડમાં જતી હતી.
અકસ્માતમાં કારના પાછળનો ભાગ તૂટી ગયો છે. કાચ પણ ભાંગી ભૂક્કો થઈ ગયો છે. સદનસીબે વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ નથી. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃ Anand: સમારખા ચોકડી પાસે 2 બસ, કાર, બાઈક સળગી ઉઠ્યા, ફાયર વિભાગ ઘટનાસ્થળે
આ પણ વાંચોઃ Panchmahal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, 1 મહિલાને ધારિયુંના ઘા
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
આ પણ વાંચોઃ Rajkot: ભાજપ મહિલા કોર્પોરેટરને પગે ગોળી વાગી, રિવોલ્વર લોક હતી તો ઘટના કેવી રીતે બની?