
Nadiad: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં થયેલી 1 કરોડથી વધુની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પાડોશીએ જ ચોર શખ્સો પાસે ચોરીને અંજામ અપાવ્યો છે. હાલ નડિયાદ પોલીસે પાડોશી સહિત આણંદની ટોળકીને ઝડપી લીધી છે. પત્નીએ સિરપકાંડમાં સજા કાપી રહેલા મહિલાએ પતિને છોડાવવા અને પુત્ર માટે રુપિયા અને દાગીના રાખી મૂક્યા હતા. જો કે લગ્નમાં જતાં ચોર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે ચાર જેટલા શખ્સોને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં તસ્કરો બેફામ બન્યા છે. જ્યા પોલીસ વસાહત છે ત્યા પણ ચોરીને અંજામ મળી રહ્યા છે. ત્યારે હવે નડિયાદમાં નશીલી સિરપકાંડમાં જેલની સજા કાપી રહેલા આરોપીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે.
ગત અઠવાડિયે(15 એપ્રિલના રોજ) નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી વર્કશોપ સામે પ્રભુકૃપા સોસાયટીમાં ચોરી થઈ હતી. આ ચોરી સુનીતાબેન યોગેશ ઉર્ફે યોગી સીંધી (ઉ.વ.42)ને ત્યા થઈ હતી. ઉલ્લેખની છે કે મહિલાનો પતિ યોગેશભાઈ જે છેલ્લા દોઢ વર્ષ નશીલી સિરપકાંડ કેસમાં જિલ્લા જેલમાં બંધ છે.
મહિલાએ પતિના કેસ અને દિકરા માટે રુપિયા રાખ્યા હતા
મહિલાએ પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવા અને પતિના કેસમાં રૂપિયાની જરૂર પડે એવી સ્થિતિ હોવાથી મોટી રકમ ઘરમાં રાખી હતી. જે તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. મહિલા અને તેમના સંતાનો લગ્ન માણવા મકાન બંધ કરી ગયા તે સમયે જ તસ્કરોએ ખેલ પાડી મોટી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે આ સમગ્ર ચોરીની ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમા કેદ થઈ ગઈ હતી. જે બાદ નડિયાદ પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આણંદના 3 શખ્સો અને 1 પાડોશીની ધરપકડ કરવામાં આવી છે.
કેટલા મુદ્દામાલની ચોરી થઈ હતી?
આ બનાવમાં તસ્કરો રોકડ રકમ રૂપિયા 80 લાખ સાથે સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1 કરોડ બે લાખ 64 હજાર 500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
હાલ પોલીસે કેટલો મુદ્દમાલ જપ્ત કર્યો?
ઝડપાયેલા ચોર શખ્સો પાસેથી હાલ પોલીસે 598.68 ગ્રામ સોનુ અને 591.03 ગ્રામ ચાંદી તેમજ રોકડ રૂપિયા 22.35 લાખ રીકવર કરવામાં સફળતા મળી છે.
પાડોશી ફૂટ નીકળી
એક ઈસમને નડિયાદ હેલીપેડ ચોકડી ખાતેથી ઉઠાવી પુછપરછ કરતા તેણે પોતાનું નામ નવઘણ પુજા તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી ધાતુનો બિસ્કીટ, સોનાની ચેઈન જે ચોરીનો મુદ્દામાલ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ અન્ય તેના સાગરીતો વિષ્ણુ મફત તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) સમીર મોંઘા તળપદા (રહે.ખંભોળજ, જિ.આણદ) અને રમેશ પોપટ ડોડીયા (રહે.નડિયાદ)ને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત આ કેસામ હજુ એક આરોપી વિષ્ણુ પુજા તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) ફરાર છે.
પકડાયેલા પાડોશી રમેશ ડોડિયાએ ચોર શખ્સને રહેતાં માહતી આપી હતી કે મારા પાડોશમાં રહેતો સિરપકાંડનો આરોપી યોગેશ ઉર્ફે યોગી જેલમાં છે અને તેની પાસે મિલકત અને આવક ઘણી છે તેમજ તેના પરિવારમાં લગ્ન હોવાથી ઘર બંધ કરી પરિવારજનો લગ્નમાં જાય છે તેવી જાણકારી આપી હતી. જે બાદ ચોર ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો. કહેવાઈ રહ્યું છે જ્યારે તસ્કરો ચોરી કરી રહ્યા હતા ત્યારે રમેશ ડોડીએ વોચ રાખી હતી. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
‘બે કલાકમાં 65 લાખ નહીં, 116 લાખ મત પડી શકે’, ચૂંટણીપંચનો રાહુલને જવાબ | Election Commission
Rahul Gandhi ને ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર કેમ વિશ્વાસ નથી?
શું વાહનોમાંથી સંભળાશે વાંસળીના સૂર, ઢોલના ધબકાર?, સંગીતપ્રેમી Nitin Gadkari એ શું કહ્યું?
Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત
Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!
DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?