
- રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, કાલે બપોરે શપથ ગ્રહણ સમારોહ
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. શાલીમાર બાગ બેઠક પરથી જીત્યા બાદ તે ધારાસભ્ય બની. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. તેઓ આવતીકાલે બપોરે રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ જાહેર કરવામાં આવી શકે છે. તો ડેપ્યુટી સીએમ તરીકે પ્રવેશ વર્માની પસંદગી કરવામાં આવવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત પહેલા જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ભાજપ અને એનડીએ શાસિત અન્ય રાજ્યોની જેમ, દિલ્હીમાં ડેપ્યુટી સીએમનું ફોર્મ્યુલા જોવા મળશે નહીં. દિલ્હીમાં મુખ્યમંત્રી સાથે 6 મંત્રીઓ શપથ લેશે.
દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષની બેઠક માટે પાર્ટી કાર્યાલય પહોંચેલા ધારાસભ્ય શિખા રાયે કહ્યું કે, અમારી પાર્ટીનું નેતૃત્વ જાણે છે કે શ્રેષ્ઠ નિર્ણય કેવી રીતે લેવો. આજે પણ તે શ્રેષ્ઠ નિર્ણય હશે. આપણે બધા એક ટીમ તરીકે દિલ્હીના સંકલ્પને પૂર્ણ કરીશું.
દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષના નેતાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ પાર્ટીએ ભવિષ્ય માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત પછી ધારાસભ્ય પક્ષના નેતા રાત્રે 8:30 વાગ્યે ઉપરાજ્યપાલને મળવા જશે.
દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? આ સસ્પેન્સનો આજે અંત આવવાનો છે. ભાજપ આજે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કરવા જઈ રહ્યું છે. નવા મુખ્યમંત્રીનું નામ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ પછી નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે રામલીલા મેદાનમાં યોજાશે. નવા મુખ્યમંત્રી માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં પહેલું નામ પ્રવેશ વર્માનું છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા બાદ પ્રવેશ વર્મા હાલમાં મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે.
આ પણ વાંચો- ડોનાલ્ડ ટ્રમ્પ ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને ચિપ્સ પર લાદશે 25% ટેરિફ