
- અશ્લીલતાના વિવાદ: સમય રૈનાના ગુજરાતના તમામ હાઉસ ફૂલ શો રદ્દ
યુટ્યૂબ શો પર અશ્લીલતાના વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં બધા જ હાઉસ ફૂલ શો રદ્દ કરી દેવામાં આવ્યા છે. મુંબઇ અને ગુવાહાટી પોલીસે FIR નોંધી હોવા છતાં તેના શો માટે ટિકિટોનું વેચાણ જોરશોરથી થયું હતું.
‘સમય રૈના અનફિલ્ટર્ડ’ નામના આ શોનું આયોજન અમદાવાદ, સુરત અને વડોદરામાં કરવામાં આવ્યું હતું. રૈનાના શોની શરૂઆત અમદાવાદથી થવાની હતી. આ શોની ટીકીટ 1000 રૂપિયા હોવા છતાં બધા જ શો હાઉસ ફૂલ હતા. .
અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે બે-બે શો યોજાવાના હતા. જેમાંથી 20 એપ્રિલની રાત્રે 9 વાગ્યાનો શો પહેલાંથી જ હાઉસફુલ થઈ ચૂક્યો હતો. તે ઉપરાંત સુરતમાં 17 એપ્રિલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં બે શો યોજવાના હતા, જેમાં રાત્રે 8:30 વાગ્યાનો શો હાઉસ ફૂલ જઈ રહ્યો હતો.
જો છે ને..
સમય રૈનાના ગુજરાતના શૉ હાઉસફુલ થયા..
18+ ઓડિયન્સ અને શૉનું નામ ‘સમય અનફિલ્ટર્ડ’અમદાવાદ, વડોદરા અને સુરતના એપ્રિલમાં થનારા શૉ ‘હાઉસફુલ’ થયા, આ શૉ ના ન્યુનત્તમ ટિકિટ દર ₹1000 હતા.
શૉનું નામ જ ‘સમય અનફિલ્ટર્ડ’ હોય ત્યાં કન્ટેન્ટની આશા પણ કેવી રાખવાની?
હવે… pic.twitter.com/FN8gaHaIbP
— Sagar Patoliya (@kathiyawadiii) February 12, 2025
યુટ્યૂબર રણવીર અલ્લાહાબાદીના ‘ઇન્ડિયા ગોટ લાટેન્ટ’ના શોની ક્લિપ્સમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. આ ક્લિપમાં એકદમ અપશબ્દો સાથે વાહિયાત વાતો કરવામાં આવી હતી. આ ક્લિપ્સમાં અશ્લીલ સામગ્રીના કારણે દેશભરમાં તેનો ભારે વિરોધ થયો હતો.
મુંબઇ પોલીસે સમય રૈના, રણવીર અલ્લાહાબાદી સહિત આશિષ ચાંચલાની, જસપ્રીતસિંહ અને અપૂર્વ માખીજા સામે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો-ક્રિકેટર રિષભ પંતનો જીવ બચાવનાર યુવકે ગર્લફ્રેન્ડ સાથે પીધું ઝેર