
Pakistan News: એક તરફ અર્થતંત્ર ખરાબ હાલતમાં હોવાથી, પાકિસ્તાન અન્ય દેશો અને સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદ માટે વિનંતી કરી રહ્યું છે. બીજી તરફ, દેશના નાગરિકો તેને વ્યવસાય તરીકે અપનાવી રહ્યા છે. દેશની મોટી વસ્તી ભીખ માંગતી હોવાનું સામે આવ્યું છે.
ભીખ માંગવી પાકિસ્તાનીઓનો સૌથી મોટો ધંધો
પાકિસ્તાનમાં ભીખ માંગવી એ સૌથી મહત્વપૂર્ણ વ્યવસાયોમાંનો એક બની ગયો છે. પાકિસ્તાનની કુલ વસ્તી 23 કરોડ છે અને તેમાંથી લગભગ 4 કરોડ લોકો ભીખ માંગે છે. એટલે કે પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભીખ માંગે છે. પાકિસ્તાનીઓ ફક્ત તેમના દેશમાં ભીખ માંગી રહ્યા નથી પરંતુ વિદેશમાં પણ આ ‘વ્યવસાય’ અપનાવી રહ્યા છે. ભિખારીઓને કારણે પાકિસ્તાન સરકારને તેની વૈશ્વિક છબી સંભાળવામાં મુશ્કેલી પડી રહી છે.
વિદેશોમાં ભીખ માંગી વર્ષે 42 અજબ ડોલરની કરે છે કમાણી
ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાનની વસ્તી 23 કરોડ છે, જેમાંથી 3.8 કરોડ વ્યાવસાયિક ભિખારી છે. એક ભિખારીની રાષ્ટ્રીય સરેરાશ આવક દરરોજ 850 પાકિસ્તાની રૂપિયા છે. આ ભિખારીઓને દરરોજ 32 અબજ રૂપિયા ભિક્ષા મળે છે, જે વાર્ષિક 117 ટ્રિલિયન રૂપિયા છે. યુએસ ડોલરમાં પાકિસ્તાની ભિખારીઓની વાર્ષિક આવક 42 અબજ ડોલર છે.
ભીખ માંગવાનું ચલણ કેમ વધ્યું ?
ડોનના અહેવાલમાં જણાવાયું છે કે 38 મિલિયન લોકો કંઈ પણ કર્યા વિના વાર્ષિક 42 અબજ ડોલર કમાઈ રહ્યા છે. આની સીધી અસર દેશની બાકીની વસ્તી પર પડી રહી છે અને તેના કારણે ફુગાવો વધી રહ્યો છે. પાકિસ્તાનમાં બિઝનેસ એન્ડ સોસાયટી સેન્ટરના એક અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં ભીખ માંગવાનું ચલણ વધી રહ્યું છે કારણ કે તે અન્ય અકુશળ મજૂરો કરતાં વધુ કમાણી કરી રહ્યું છે.
ભીખ માંગવામાં બાળકો પણ સામેલ
એશિયન હ્યુમન રાઇટ્સ કમિશન (AHRC) અનુસાર, પાકિસ્તાનની 2.5 થી 11 ટકા વસ્તી આજીવિકા માટે ભીખ માંગે છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનનો અંદાજ છે કે દેશના મુખ્ય શહેરી કેન્દ્રોની શેરીઓમાં લગભગ 1.2 મિલિયન બાળકો રખડતા હોય છે.
વિદેશથી આવી રહી છે ફરિયાદો
પાકિસ્તાન સરકારે એવા લોકોનો ડેટા એકત્રિત કર્યો છે જેઓ રસ્તાઓ પર ભીખ માંગવા માટે વિદેશ પ્રવાસ કરે છે. આ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે કારણ કે વિદેશમાં પકડાયેલા 90 ટકા ભિખારીઓ પાકિસ્તાની મૂળના છે. ઇરાકી અને સાઉદી રાજદૂતોએ આ અંગે પાકિસ્તાન સરકારને ફરિયાદ પણ કરી છે.
પાકિસ્તાન સરકારે ધાર્મિક યાત્રાના આડમાં ભીખ માંગવા માટે સાઉદી અરેબિયા, ઇરાક અને ઈરાન જેવા દેશોમાં જતા હજારો લોકોના પાસપોર્ટ સસ્પેન્ડ કર્યા છે. છેલ્લા અઢી વર્ષમાં, સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોમાંથી 44,000 ભિખારીઓને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો
Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?