
ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના હદમાંથી દારૂનો મોટો જથ્તો મળતા PI સસ્પેન્ડ
ખેડા: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.સિસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડાના કનેરામાં સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા ગત 18 તારીખના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં હાઇવે નજીક આવેલા બંધ ગોડાઉનમાંથી રૂ.64 લાખના દારૂ સાથે કુલ રૂ.1.4 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.તેમજ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલામાં કાર્યવાહી કરતાં ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એંચ.વી.સિસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
SMCને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂનું મોટું કટીંગ ચાલી રહ્યુ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખેડાના કનેરામાં સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા ગત 18 તારીખના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. બુટલેગર આઇસર સહિત અન્ય વાહનોમાં દારૂ ભરી સપ્લાય કરે તે પહેલા SMCએ સપાટો બોલાવ્યો હતો. દારૂના જથ્થા સહિત આઇસર ટેમ્પો,છોટાહાથી,બુલેરો અને બે ફોર વ્હીલર ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મામલામાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર બાબતની તપાસના અંતે ખેડા એસપી રાજેશ ગઢીયા દ્વારા ખેડા ટાઉન પીઆઇ એચ.વી.સીસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીઆઈ એચ.વી.સિસારાએ તાજેતરમાં ખેડા અમદાવાદ હાઈવે પર થયેલી રૂપિયા એક કરોડની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. હવે દારૂનો જથ્થો ઝડપાતા તેમને સસ્પેન્ડ કરાયા છે.






