
PM Modi: દેશના લોકલાડીલા કહેવાતા વડાપ્રધાન મોદીની સભામાં તમે જોયું હશે કે મોદી સાહેબ સ્ટેજ પર પધારે ત્યારે જેરશોરથી મોદી મોદીના નારા લાગતા હોય છે. અને તેઓ જ્યારે ભાષણ આપે ત્યારે તાળીયોનો ગળગળાટ પણ એટલો જોરથી સંભળાતો હોય છે જેને જોઈને લોકોને લાગતું હશે કે લોકોમાં કેટલો બધો ઉત્સાહ છે અને મોદી સાબેહની કેટલી બધી લોકચાહના છે ? પરંતુ આ બધાની પોલ એક વાયરલ વીડિયોએ ખોલી નાખી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોદી સાહેબ આવે તે પહેલા લોકોને શીખવાડવામાં આવે છે કે, તેઓ આવે ત્યારે કેવી રીતે નારા લગાવવા ? કેવી રીતે તાળી વગાડવી આ બધાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
“મોદી-મોદી” નારા લગાવવની ટ્રેનિંગ આપતો વીડિયો વાયરલ
એક વાયરલ વીડિયોમાં, ભાજપના એક કાર્યકર્તા દ્વારા ચૂંટણી રેલીમાં શ્રોતાઓને તાલીઓ અને “મોદી-મોદી” નારા લગાવવની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ વીડિયોમાં દેખાય છે કે કાર્યકર્તા શ્રોતાઓને સમયસર તાલીઓ બજાવવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લેવા માટે સૂચના આપી રહ્યો છે. આ ઘટના રાજકીય રેલીઓમાં ભીડને કેવી રીતે સંચાલિત કરવામાં આવે છે તેની ઝલક પ્રદાન કરે છે.
कब ताली बजानी है, कब “मोदी-मोदी” करना है! कार्यकर्ता का जोश गया… अब शो बचाने की ट्रेनिंग चल रही है 😂🔥 #घोरकलजुग pic.twitter.com/YdZ7wS6kGr
— अपूर्व اپوروا Apurva Bhardwaj (@grafidon) September 17, 2025
મોદી મોદીના નારા અને તાળીયો એક નાટક
આ વીડિયોમાં, કાર્યકર્તા શ્રોતાઓને “ક્યારે તાલી વગાડવી” અને ” ક્યારે મોદી-મોદી કરવું” જેવી સૂચનાઓ આપી રહ્યો છે, જે રાજકીય રેલીઓમાં ભીડની ઉત્સાહપૂર્વક હાજરી બનાવવા માટેની રણનીતિને ઉજાગર કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, ઘણા લોકો એવું માની રહ્યા છે કે મોદી સાહેબની સભામાં જે મોદી-મોદી નારા લાગે છે અને તાળીઓ લાગે છે, તે બધું એક નાટક હોય છે. રાજકીય પાર્ટીઓ ભીડને પ્રભાવિત કરવા માટે આવી ટેક્નિક્સનો ઉપયોગ કરી રહી છે.
મોદીની સભાની ભીડની પોલ ખુલી
આ વીડિયો રાજકીય રેલીઓમાં ભીડને કેવી રીતે સંચાલિત કરવામાં આવે છે તેની ઝલક પ્રદાન કરે છે, જે રાજકીય પ્રચારની પાછળની પ્રક્રિયાને ઉજાગર કરે છે. આ વીડિયોએ મોદીની સભાની ભીડની પોલ ખોલી નાખી છે. આમ તો કહેવાય છે મોદીને પ્રસંશા અને લોકોની ભીડ હોય તેવું ખુબ ગમતુ હોય છે જેથી જ્યારે મોદી આવવાના હોય ત્યારે કાર્યકર્તાઓને ભીડ ભેગી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે અને સભામાં બધું મેનેજ કરેલું એટલે કે પ્રિ પ્લાનિંગ હોય છે. તેમની રેલીમાં કોઈ વિરોધ ન કરે તેનું તો ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યારે હવે આ વાયરલ વીડિયોએ મોદી સાહેબની સભામાં આવતી ભીડની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








