દાહોદમાં મહિલાને અર્ધનગ્ન ફેરવવા મુદ્દે રાજકારણ ગરમાયુ, CM અને ગૃહમંત્રીનું માગ્યુ રાજીનામું?, કોણ છે અત્યાચારીઓ?

  • Gujarat
  • January 31, 2025
  • 1 Comments

Woman assaulted in Dahod: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં 35 વર્ષીય પરિણીત મહિલા(Woman)પર સ્થાનિક લોકોએ ત્રાસ ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર માર મારી અને બાઇક પાછળ સાંકળથી બાધી રોડ પર ઢસડી હતી. મહિલા પર અમાનવીય અત્યાચારનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના 28મી જાન્યુઆરીની છે. હાલ આરોપીઓની ધરપકડ કરાઈ છે.

ત્યારે આ મામલે રાજકારણ ગરમાયું છે. AAP પાર્ટીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માગ્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર કહ્યું  કે, ગુજરાતમાં પણ મણીપુર જેવી ઘટના ઘટી છે. ગુજરાતના દાહોદના સંજેલીમાં એક મહિલાનું અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું. આજે તમામ લોકોને સવાલ થાય છે કે ગુજરાતની કાનૂન વ્યવસ્થા કઈ હદે પહોંચી ગઈ છે? મણીપુરની ઘટનાએ દેશ અને દુનિયામાં ચકચાર મચાવી હતી, જ્યારે એક મહિલાની નગ્ન પરેડ કરવામાં આવી હતી. એ જ રીતે ગુજરાતમાં અર્ધનગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી છે.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે?

ઈસુદાને સવાલો કર્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? ચૂંટણીઓ લડવી અને જીતવી એક બાબત છે પરંતુ ગુજરાતની જનતાને ન્યાય અપાવવો અને શું સુસજ્જ વ્યવસ્થા આપવી એ એક અલગ બાબત છે. અમારું માનવું છે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું(Resignation) આપી દેવું જોઈએ. ગુજરાતમાં હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ છે, પરંતુ હવે તો મહિલાઓની અર્ધનગ્ન હાલતમાં પરેડ કરવામાં આવી રહી છે. આ ઘટના પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારે અને કડક કાર્યવાહી કરે અથવા રાજીનામું આપે.

વાયરલ થયેલા વીડિયોમાં શું દેખાય છે?

મહિલા પર અમાનવીય અત્યાચારના વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, ટોળુ આક્રમક રીતે મહિલાને ઘેરીને તેના કપડા કાઢી નાંખે છે. મહિલા આજીજી કરતી હોવા છતાં ટોળુ નિર્દયતાથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે અને નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા વડે માર મારે છે. બાઇક પાછળ બાંધેલી મહિલા હાંફી જાય છે અને આજીજી કરતી હોવા થતાં રોડ પર ઢસડે છે અને અપશબ્દો બોલી ગામમાં ફેરવવાની વાત કરે છે.

આ ઘટના અંગે MLA ચૈતર વસાવાએ પણ આક્રમક પ્રતિક્રિયા આપી છે.

કોણ છે અત્યાચારીઓ?

મહિલા પર અત્યાચાર ગુજારનાર તમામ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બાહદુર કાંતી ડામોર, સંજય બાહદુર ડામોર, દિયર કીર્તન બહાદુર ડામોર, રાજુ કાંતી ડામોર, હંસાબેન રાજુ ડામોર, ધર્મેન્દ્ર રાજુ ડામોર, રમીલાબેન હીમંત ડામોર, સીતાબેન વિનોદ સિસોદીયા, ચંપાબેન બાહદુર ડામોર, ગોવિંદ ભરત ડામોર, હીમંત ગેદાલ ડામોર, પપ્પુ કલ્યાણ ડામોર, વર્ષાબેન પપ્પુ કલ્યાણ ડામોર, ગોપાલ પપ્પુ ડામોર અને વિક્રમ બહાદુર પગીએ મહિલા પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 4 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 17 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ