
- પોરબંદર આગ રહેણાંક વિસ્તારો સુધી પ્રસરી
- આગ લાગનું કારણ અસ્પષ્ટ
પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આજે બપોરે આગ ભભૂકી ઉઠી છે. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉભા ઝાડ બળી ગયા છે. ફાયર બ્રિગેડે આગ કામમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. જો કે હજુ સુધી આગ કાબૂમાં આવી નથી.
ગુજરાતમાં ગઈકાલ સાંજથી ભારે પવન ફૂકાઈ રહ્યો છે. એવામાં આજે બપોરે પોરબદર શહેરની બિરલા સ્કૂલની પાછળ આવેલા જંગલાં આગ ભભૂકી ઉઠી છે. હાલ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા છે. આગ કયા કારણે લાગી તે ચોક્કસ બહાર આવ્યું નથી. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાક વિસ્તાર સુધી પહોંચી છે.
સ્કૂલના પાછળના ભાગે લાગેલી આગના કારણે વિદ્યાર્થીઓેને રજા આપી દેવામાં આવી છે. સ્કૂલમાંથી જરુયાતના દસ્તાવેજો કાઢી લેવામાં આવ્યા છે. નજીકના ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે
આ પણ વાંચોઃ Amreli: સિંહણે ખેડૂતને ફાડી ખાધો, વિસ્તારમાં ફફડાટ