Rajasthan: કુટુંબી છોકરી સાથે યુવકને પ્રેમ, પરિવારે સંબંધની ના પડતાં ટાવર પર ચઢ્યો, છોકરીએ કહ્યું બાબુ હું આવું છું

  • India
  • August 24, 2025
  • 0 Comments

 Rajasthan:  બે દિવસ પહેલા રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી હતી. જેનો હાલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ શોલે ફિલ્મી દ્રશ્યોની યાદ અપાવી દીધી. અહીં મસ્તાનનો પુત્ર ભંવર સિંહને પોતાના જ કુટુંબની એક છોકરી સાથે પ્રેમ હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ જ્યારે પરિવારે આ સંબંધને સ્પષ્ટપણે નકારી કાઢ્યો, ત્યારે મસ્તાન ગુસ્સા અને ગુસ્સા પર કાબૂ ગુમાવી બેઠો.

પરિવારે પુત્રના સંબંધોને અવગણવામાં આવ્યા બાદ મસ્તાને એવું પગલું ભર્યું કે જેનાથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો. યુવક નિર્માણાધીન હાઇ ટેન્શન વીજળીના ટાવર પર ચઢી ગયો. ટાવર પર ચઢતાની સાથે જ આસપાસના લોકોમાં ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. જેથી ભારે ઉહાપોહ મચ્યો હતો. ઘણા લોકો સમજી શક્યા નહીં કે યુવક આવું કેમ કરી રહ્યો છે.

ગામલોકો અને પોલીસના પ્રયાસો

ઘટનાની જાણ થતાં જ ગામલોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોએ યુવકને નીચે આવવા માટે સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. રાસ થાણા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવક સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ તેને શાંત પાડવા અને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. જો કે તેમ છતાં તે ઉતર્યો ન હતો. અંતે તેની પ્રેમિકા તેને બૂમો લગાવતી આવી હતી અને તે પણ ટાવર પર ચઢાવા લીગી હતી. જો કે પ્રેમિકા આવતાં જ યુવક નીચે ઉતરવા લાગ્યો હતો અને ટાવરની વચ્ચે પ્રેમી પંખીડા ગળે લાગ્યા હતા અને નીચે ઉતર્યા. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 આવી ઘટનાઓ પાછળનું કારણ એ જ હતું જે ઘણીવાર નાના શહેરો અને ગામડાઓમાં જોવા મળે છે – પ્રેમ લગ્નનો વિરોધ. યુવક પોતાના કુટુંબની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ સગપણ અને સામાજિક માન્યતાઓને કારણે, પરિવારે આ સંબંધને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો. પરિવારની કડકતા અને ઇનકારથી યુવક એટલો પરેશાન થયો કે તેણે આ ખતરનાક રસ્તો પસંદ કર્યો. આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચો:

Lucknow: મહિલા પોલીસને રોજ મફત મુસાફરી કરવી મોંઘી પડી, રિક્ષા ચાલકે કહ્યું આજે તો પૈસા લીધા વિના નહીં જવા દઈએ! 

Nikki Murder Case: પત્નીને સળગાવી દેનાર પતિનું એકાઉન્ટર, જાણો શું છે મામલો?

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!

Nikki Haley: ભારત, અમેરિકાના સંબંધોને લઈ પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ શું કહી દીધુ?, જે ટ્રમ્પ નહીં માને તો…

UP: હોટલમાંથી 12થી વધુ યુવક-યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા, હોટલ સીલ, જુઓ પછી શું થયું?

UP: નરાધમોએ વિકલાંગ યુવતીને પણ ના છોડી, ગેંગરેપ કરી ભાગી ગયા, પછી યુવતીએ ભર્યું એવું પગલું કે પરિવાર

Related Posts

UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…
  • November 7, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં બરેલીના સુભાષ નગરમાં બનેલા કિસ્સાએ સૌ કોઈને ચોકાવી દીધા છે. વાત જાણે એમ છે કે અહી રહેતા 57 વર્ષીય ડૉ. વિશાલ ચંદ્ર સક્સેનાએ પોલીસને કરેલી ફરિયાદમાં…

Continue reading
Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા
  • November 7, 2025

Anna Hazare: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર પર પુણેમાં જમીન સંબંધિત ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કોઈનું નામ લીધા વિના આ અંગે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

  • November 7, 2025
  • 2 views
UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

  • November 7, 2025
  • 3 views
Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

  • November 7, 2025
  • 3 views
Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

  • November 7, 2025
  • 15 views
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

  • November 7, 2025
  • 17 views
Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!

  • November 7, 2025
  • 27 views
Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!