
ગુજરાતમાં દારુબંધી હોવા છતાં રોજે રોજ દારુ પકડાઈ છે અને ગુનોઓ નોંધાતાં રહે છે. જો કે તેના પર પ્રતિબંધ હોવા છતાં પોલીસ તંત્ર સહિત સરકાર રોકી શકી નથી. દારુબંધી માત્ર વતો અને કાગળોમાં જ રહેલી છે. કારણે રોજે રોજ રાજ્યમાંથી લાખોનો દારુ ઝડપાઈ રહ્યો છે. ત્યારે રાજકોટના ગોંડલ તાલુકામાં 4 મહિના દરમિયાન ઝડપાયેલા ઈંગ્લીશ દારુ પર રોલર અને બૂલડોઝર ફેરવી નાશ કરાયો છે.
આ દારુ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા 4 માસ દરમિયાન 11 જૂદી જૂદી જગ્યાએથી ઝડપવામાં આવ્યો હતો. 90 લાખથી વધુ કિંમતના દારુનો નાશ કરાયો છે. શહેરના વોરા કોટડા રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારુનો નાશ કરાયો છે.
કુલ રૂ. 90.57 લાખની 18,675 વિદેશી દારૂની બોટલ પર રોલર અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી. ઝાલા, PI જે.પી. રાવ, PSI આર.આર. સોલંકી, PSI આર.જે. જાડેજા, નશાબંધી ના અધિકારી હાર્દિકસિંહ જે. જાડેજા તેમજ તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.