Rajkot : અનિરૂદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની સોપારી આપનાર ઝડપાયો, પોતાની જાતને ડોન સમજતા હાર્દિકસિંહના થયા આવા હાલ

 Rajkot :  રાજકોટના રીબડા ખાતે અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગની ઘટનાનો મોસ્ટ વોન્ટેડ આરોપી હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ કેરળના કોચીથી ઝડપી લીધો છે. SMCની ટીમે હાર્દિકને કોચુપલ્લી રોડ પર સ્વામી હોટેલ પાસેથી ધરપકડ કરી, દોરડે બાંધીને અમદાવાદ લાવ્યા. આ ઘટનાએ ચર્ચાનો નવો વિષય જન્માવ્યો છે.

શું બની હતી સમગ્ર ઘટના ?  

રીબડામાં થયેલા ફાયરિંગ કેસમાં હાર્દિક સિંહની સંડોવણી સામે આવી હતી. ઘટના બાદ તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી, પરંતુ તે 10થી વધુ રાજ્યોમાં ફરતો હોવાથી પકડાયો નહોતો. ઉત્તરપ્રદેશના ચાર ભાડૂતી આરોપીઓ, જેમણે હાર્દિકના કહેવાથી ફાયરિંગ કર્યું હતું, તેમને LCBએ ઝડપી લીધા હતા. આ આરોપીઓએ હાર્દિકે રકમ આપીને ફાયરિંગ કરાવ્યું હોવાનું કબૂલ્યું હતું.

SMC એ હાર્દિકને કેરળમાં શોધી કાઢ્યો

અઠવાડિયા પહેલાં રાજ્યના પોલીસ વડાએ SMCને તપાસમાં જોડ્યું. બાતમીના આધારે SMCએ હાર્દિકને કેરળમાં શોધી કાઢ્યો. ધરપકડ બાદ તેને હાથકડીને બદલે દોરડે બાંધી અમદાવાદ લાવવામાં આવ્યો, જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. SMCના DIG નિર્લિપ્ત રાયે ધરપકડની પુષ્ટિ કરી. હવે હાર્દિકની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે વધુ પૂછપરછ થશે.

આ પણ વાંચો: 

Rahul Gandhi on vote chori: રાહુલ ગાંધીની ‘મત ચોરી’ વિરુદ્ધ ઝુંબેશ, વેબસાઇટ અને નંબર કર્યા જાહેર, લોકોને કરી આ અપીલ

Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?

Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું

Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન

MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 3 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 5 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 4 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 9 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 8 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 10 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!