Rajkumar Jat case: ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ

  • Gujarat
  • December 5, 2025
  • 0 Comments

Rajkumar Jat case:ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મોત પ્રકરણમાં તપાસ કરી રહેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ કોર્ટમાં કરેલી નાર્કોટેસ્ટની માગણી કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપતા આગામી દિવસોમાં બન્નેનાનાર્કો ટેસ્ટ કરાશે,નાર્કો ટેસ્ટ એફએલએલ ગાંધીનગરમાં થઈ શકે તેમ હોવાનું મનાય છે.ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા મૂળ રાજસ્થાનના વતની રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો.

UPSCની તૈયારી કરતા પોતાના પુત્ર એવા રાજકુમારની ભારે શોધખોળ બાદ સતત બે દિવસ સુધી રાજકુમારનો પત્તો નહી મળતા આખરે 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને પોતાનો પુત્ર ગુમ થયો હોવા અંગેની ફરિયાદ આપી હતી સાથેજ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ જાહેર સ્થળો ઉપર રાજકુમાર જાટ નામનો આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર પણ લાગ્યાં હતાં.

બીજી તરફ 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક યુવકનુ મોત થયાની વાત સામે આવ્યા બાદ મૃતક યુવક રાજકુમાર હોવાની પૃષ્ટી થઇ 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

આ આખા પ્રકરણમાં CC ફુટેજ અને અન્ય વિગતો શંકાસ્પદ જણાઈ હતી,આ કેસમાં લાંબા સમયથી અકસ્માત કે હત્યા તે રહસ્ય અસ્પષ્ટ રહી છે અને મૃતકની હત્યા થઈ હોવાની રજૂઆતો અને તપાસની માંગ થતાં આખરે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને સોંપવામાં એવી છે

હવેનાર્કો ટેસ્ટની મંજૂરી મળતા કેસમાં સત્ય બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પરીક્ષણ બાદ રાજકુમાર જાટના મોત પાછળનું સાચું કારણ સામે આવી શકે છે, આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે,નાર્કો ટેસ્ટ એફએલએલ ગાંધીનગરમાં થઈ શકે છે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 3 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ