Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

  • India
  • October 26, 2025
  • 0 Comments

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને પાકિસ્તાન સરકારે આતંકવાદી જાહેર કર્યો છે.સલમાન ખાને તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનને અલગ દેશ તરીકે ઉલ્લેખ કર્યો ત્યારે વિવાદ શરૂ થયો હતો. તેનાથી પાકિસ્તાનની રાજકીય સંસ્થા નારાજ થઈ હતી. આ નિવેદન બાદ, શાહબાઝ સરકારે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતી સત્તાવાર સૂચના જારી કરી છે, સાથેજ, સલમાન ખાનનું નામ ચોથી અનુસૂચિમાં ઉમેરવામાં આવ્યું છે ત્યારે પાકિસ્તાનના કાયદા મુજબ ચોથી અનુસૂચિનો અર્થ શું થાય છે અને પાકિસ્તાની પોલીસ સલમાન ખાનની ધરપકડ કરી શકે કે કેમ? તે જાણીએ

પાકિસ્તાનના 1997ના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ, ચોથી અનુસૂચિમાં આતંકવાદી અથવા ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના શંકાસ્પદ વ્યક્તિઓની યાદીમાં આવે છે.આ યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓને પાકિસ્તાનમાં મુસાફરી પ્રતિબંધો, સંપત્તિ ફ્રીઝ અને કડક દેખરેખનો સામનો કરવો પડે છે. જો કે, આ એક સ્થાનિક કાનૂની જોગવાઈ છે, જેનો અર્થ છે કે તે ફક્ત પાકિસ્તાની સરહદોની અંદર જ લાગુ પડે છે.

પાકિસ્તાની કાયદા અમલીકરણ એજન્સીઓને ભારતમાં કોઈ અધિકારક્ષેત્ર નથી. પાકિસ્તાનમાં સલમાન ખાનને આતંકવાદી જાહેર કરવાથી તેમને ભારતીય ક્ષેત્રમાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર મળતો નથી.

જો પાકિસ્તાન સલમાન ખાન સામે કોઈ કાનૂની કાર્યવાહી કરે, તો પણ તેને પ્રત્યાર્પણ સંધિ અથવા પરસ્પર કાનૂની સહાય સંધિ દ્વારા સહાય લેવી પડે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે એવી કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી,પરિણામે સલમાન સામે કાર્યવાહી કરવી અશક્ય બની જાય છે.

જોકે,આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, સરહદ પાર ધરપકડ ફક્ત ઇન્ટરપોલ રેડ નોટિસ જેવા સત્તાવાર કાનૂની તંત્ર દ્વારા જ કરી શકાય છે પણ આ પ્રકારની ધરપકડ માત્ર આતંકવાદ અથવા ગંભીર વૈશ્વિક ગુનાઓ સાથે સંકળાયેલા કેસોમાં જ થઈ શકે છે તેમાંય વળી કોઈપણ કાર્યવાહી કરતા પહેલા વિશ્વસનીય પુરાવા રજૂ કરવા આવશ્યક છે.
સલમાન ખાનના કિસ્સામાં ફક્ત એક નિવેદન આધારિત જે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને લાગુ પડતું નથી જેની ગંભીરતા રહેતી નથી જેથી પાકિસ્તાન ગમેતે વાતો કરે પણ તે કઈ કરી શકે તેમ નથી.

આ પણ વાંચો:

IND vs PAK: ‘ધંધો હોય તો નાગરિકોના મોતની કોઈ કિંમત હોતી નથી’, પહેલગામ હુમલો ભૂલી પાકિસ્તાન સાથે મેચ!

Kheda: માતરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો, બૂટલેગર બીજીવાર દારુ વેચાણ કરતો પકડાયો, પોલીસની કામગીરી પર સવાલ

Gujarat police: દારુડિયાને પકડવા દારુડિયો પોલીસ આવ્યો! પોલીસની આબરુના ધજાગરા ઉડાડતા વીડિયો આવ્યા સામે

Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 5 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 9 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 8 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!