
સમાજના વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકોના આપણા એક ધરોહર સમા છે. ત્યારે ઢળતી ઉંમરના પરિણામે જ્યારે આ વરિષ્ઠ નાગરિકો હોસ્પિટલમાં નિદાન કે સારવાર અર્થે જાય ત્યારે તેમને વિશિષ્ટ પ્રકારની સેવા મળી રહે તે માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલે ખાસ પહેલ કરી છે.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલગથી જ વ્યવસ્થા કરી કરી છે. સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષનો શુભારંભ વર્ષ 2024ના જૂન માસમાં 72 વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાયો હતો. જેની સફળતાને આજે 6 મહિના કરતાં પણ વધુ સમય થયો છે. જેમાં અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે સ્પેશિયલ સિનિયર સિટિઝન માટે બનાવેલા કક્ષનો 10 હજાર દર્દીઓએ લાભ લીધો છે.
આ પણ વાંચોઃ પાયલ ગોટી મુદ્દે રુપાલાનું મોટું નિવેદનઃ કહ્યું પોલીસે ખોટી ઉતાવળ કરી!
હોસ્પિટલની અલાયદી વ્યવસ્થા હોવાના કારણે સિનિયર સિટીઝન દર્દીઓને કોઈપણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું પડતું નથી. અને સરકારની સિનિયર સિટીઝન દર્દીને પ્રાથમિક્તા આપવાની ગાઇડલાઈનને વધું અસરકારક રીતે અમલી કરી શકાય અને આવા દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખી સુવિધા ઊભી કરવામા આવી છે.
સિનિયર સિટિઝન્સને મળી છે આવી સુવિધાઓ?
ઓપીડીમાં 40 ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાનાં પાણીના કૂલરની સુવિધા સાથેનો રૂમ છે. સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ બોયને સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોકટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસમાં સાથે રહી છેલ્લે સિવિલની દવાબારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં વૃધ્ધોની સારી રીતે સરભરા કરવામાં આવતી હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે. દર્દી દાખલ અને રજા આપવામાં આવે ત્યા સુધી પૂરતી કાળજી લેવામાં આવે છે. હોસ્પિટલ તંત્રને છેલ્લે દર્દીઓ આશીર્વાદ આપતાં જાય છે. સારવાર મેળવીને ઘરે જતા વયસ્કો એક સૂરે કહે છે “સુખી થાજો, સર્વનું કલ્યાણ થાય.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ ડૉ. રાકેશ જોષીએ શું કહ્યું?