
Surat Crime News: સુરતમાં એક મહિલા RFO બંદૂકની ગોળી વાગેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચ્યો છે. મહિલા RFOને માથામાં ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ છે. સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. સોનલબેન સોલંકી ઈજાગ્રસ્ત હાલતમાં કામરેજ-જોખ રોડ પર તેની કારમાંથી મળી આવ્યા હતા. તેમની સાથે 4 વર્ષિય પુત્ર પણ હતો. પ્રાથમિક તપાસમાં આરોપ લાગ્યા છે કે ઘણા સમથી RTO ઈસ્પેક્ટર પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો.
મળતી જાણકારી અનુસાર સુરતમાં ગઈકાલે સોનલબેન સોલંકી અને તેમનો ચાર વર્ષિય પુત્ર પોતાની કારમાં કામરેજ -જોખ રોડ પરથી પસાર થતાં હતા. ત્યારે કાર ઝાડ સાથે અથડાયેલી હાલમતાં મળી આવી હતી. જે બાદ તેમને પી.પી. સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના માથાનું સીટી સ્કેન કર્યા બાદ મગજમાં ગોળી વાગ્યાના બહાર આવ્યું હતુ. જેથી તેમની હાલત નાજૂક છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા સોનલબેન સોલંકીની કારમાંથી જીપીએસ ડિવાઈસ મળી આવતાં જાસૂસીની આશંકા વ્યક્ત કરી અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ કરી હતી. આ બનાવ દરમિયાન સોનલ સોલંકી પોતાની કારમાંથી જ ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ સાસરિયાઓની પૂછપરછ કરી રહી છે.
મિડિયા અહેવાલો અનુસાર સોનલબેનના પતિ RTO ઈસ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત જાન્યુઆરી માસમાં અન્ય મહિલા સાથે ઝડપાયા હતા. એવો પણ આરોપ છે કે સોનલબેનને મૂકી અન્ય સ્રી સાથે રહેતા હતા. જેથી સોનલબેને સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે આ ઘટનાને અંજામ આપવા પાછળ પતિનો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
સુરત: આડાસંબંધની શંકામાં 14 વર્ષના બાળકની કરપીણ હત્યા
Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….









