Surat: છૂટાછેડા બાદ પણ મહિલાએ ત્રાસ આપવાનું ન છોડ્યું , કંટાળીને યુવકે જીવન ટુંકાવી લીધું, મહિલા પ્રેમી સાથે હોટેલમાંથી ઝડપાઈ

Surat: દેશમાં પત્નીના કારણે આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જનું કારણ મોટા ભાગે આડા સબંધો હોય છે. ત્યારે સુરતમાં (Surat)  પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પૂર્વ પત્નીને કારણે યુવાને જીવન ટુંકાવ્યું છે.

પૂર્વ પત્નીના કારણે યુવકે જીવન ટુંકાવ્યું

મળતી માહિતી મુજબ 4 એપ્રિલની રાત્રે સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જ્યારે યુવાનનો પરિવાર લગ્નપ્રસંગમાં વતન ગયા હતા ત્યારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બાદ યુવાનને હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

યુવાને સુસાઈડ નોટમાં કર્યો ખુલાસો 

આપઘાત બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સુસાઈડ નોટ મળી હતી. તેમજ યુવકના મોબાઈલમાંથી કેટલાક વીડિયો પણ મળી આવ્યા હતા. જેમાં પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિતના 12 જેટલા યુવાનને માર મારી હેરાન પરેશાન કરતા હોવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

યુવાને સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મમ્મી પાપા મને માફ કરજો, હું હારી ગયો છું. મારી લાઈફ બગાડી નાખી અને મેં એને બોવ મોકા આપ્યા, એણે મારી સાથે ખોટુ કર્યું, બધાએ ના પાડી છતાં મેં એને પાછો મોકો આપ્યો અને તેણે મારી ગેમ રમી. મારા મરવા પાછળ બોવ બધા લોકો છે. તેમ જણાવી જયદીપે કેટલાક નામોનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું કે, આ લોકોના લીધે મારી લાઈફ ખરાબ થઈ ગઈ, મેં બહુ બધુ સહન કર્યું. હવે મારામાં હિમ્મત નથી.જયદીપે આક્ષેપ કર્યો કે, તે લોકો તેને મારતા હતા. તેમજ મારી પાસેથી ખોટા કેસ કરાવ્યા , મારા ઘરે આવીને મમ્મી-પપ્પા, બહેનને ધમકી આપે છે…

 નાની નાની વાતે ઝઘડો કરી લીધા છૂટાછેડા 

મહત્વનું છે કે, જયદીપ અને શીતલના 30 ઓક્ટોબર 2023 ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ શીતલ નાની નાની વાતે ઝઘડા કરતી હતી. તેમજ દહેજ સહિતના ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપતી હતી જે બાદ 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બંનેના છુટાછેડા થઈ ગયા હતા.

મહિલાને પોલીસે હોટલમાંથી પ્રેમી સાથે ઝડપી

આ મામલે પોલીસે પૂર્વ પત્ની શીતલ, તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રરણાનો ગુનો નોંધ્યો હતો જે બાદ પોલીસે શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે પોલીસે શીતલ રાઠવા અને તેનો પ્રેમી મોહસીન ટાઈગર નવસારી ખાતેની એક હોટલમાંથી ઝડપી પાડી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ

Jammu Kashmir ના શોપિયામાં આતંકી અને ભારતીય સેના વચ્ચે અથડામણ, ત્રણ આતંકવાદીઓ ઠાર

Rajkot: નવજીવનની શરૂઆતમાં છેતરપિંડી! સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવાયા, આયોજકોએ શું કહ્યું?

kutch: ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હજારો લોકોની હાજરીમાં વકીલે મહંત પર કર્યો જીવલેણ હુમલો, જાણો કઈ વાતનો બદલો લીધો

Kashmir ના ખૂણે ખૂણે લાગ્યા પહેલગામ પર હુમલો કરનાર આતંકીઓના પોસ્ટર, માહિતી આપનારને મળશે 20 લાખનું ઈનામ

પીએમ મોદીના દાવાની Donald Trump એ હવા કાઢી નાખી, ટ્રમ્પે દુનિયાની સામે કહી દીધું , ‘મેં ધમકી આપીને યુદ્ધને બંધ કરાવ્યું’

Amritsar માં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, 6 ની હાલત ગંભીર

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 6 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 19 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 6 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 24 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 34 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો