Rajkot: નવજીવનની શરૂઆતમાં છેતરપિંડી! સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવાયા, આયોજકોએ શું કહ્યું?

Rajkot:રાજકોટમાં તાજેતરમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયો હતો. આ સમૂહલગ્નમાં 555 નવવધૂને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. પરંતુ આ સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે.

સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવાયા

રાજકોટના સમૂહલગ્નમાં દિકરીઓને નકલી ઘરેણાં પધરાવી દેવાતા આયોજકો વિવાદમાં આવ્યા છે. સમૂહ લગ્નમાં અસલીને બદલે નકલી દાગીના આપવામાં આવતા લખતરના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.જેમાં જણાવવામા આવ્યું છે કે, 27-4 રોજ 555 દીકરીઓના સમૂહલગ્નુનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેવી રીતે બહાર આવ્યો મામલો ? 

આ કાંડ ત્યારે બહાર આવ્યો જ્યારે સમૂહલગ્નમાં ભાગ લેનારા એક પરિવારે લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરી હતી ત્યારે તે નકલી હોવાનું સામે આવ્યું હતું. આમ આણામાં આપવામાં આવેલ સોનાની વસ્તુ નકલી નિકળતા પરિવારે આ મામલે પોલીસમાં અરજી કરી હતી અને આયોજકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે જેથી પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે.

સમૂહલગ્નના આયોજકોએ માંગી માફી

સમૂહ લગ્નના આયોજક વિક્રમ સુરાણી સહિતના આયોજકો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, દાતાઓ તરફથી ઘરેણા આપવામાં આવ્યા હતા. જો કોઈને ડુપ્લીકેટ ઘરેણા આવ્યા હોય તો તેઓ મારી ઓફિસે પરત કરી શકે છે. આ સાથે તેમણે માંફી માગતા કહ્યું કે, જે કોઈ સાથે આવું થયું હોય તેના માટે અમે માફી માંગીએ છીએ.બીજી વખત આવું નહીં થાય તે માટે લિમિટેડ સમૂહ લગ્ન કરીશું.

આયોજક વિક્રમ સોરાણીએ શું કહ્યું ?

કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી અને કુવાડવાના ઉદ્યોગપતિ પીન્ટુ પટેલ દ્વારા આ સમુહ લગ્નનું આયોજન કરાયું હતું ત્યારે આ સમગ્ર મામલે આયોજક વિક્રમ સોરાણીનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતુ કે, આ સમૂહ લગ્નમાં સોનાની મીટર એક ચૂક આપવામાં આવી હતી. પાંચ વસ્તુઓમાં માત્ર સોનાની એક ચૂક અપાઈ હતી. જો કે અન્ય કોઈ વસ્તુ સોનાની આપવામાં આવી નથી. લગ્નમાં જે લોકો આશીર્વાદ આપવા માટે આવતા હોય તેઓ વર અને કન્યાને આ વસ્તુઓ આશીર્વાદ રૂપે આપતા હોય છે. આમ છતાં પણ જો કોઈને અન્યાય થયો છે તો અમે તેમને સોનાની જે ચૂક છે તે બદલી આપીશું.સમૂહ લગ્નમાં કોઈને સમજણ ફેર થઈ હોય આ પ્રકારની ઘટના બની છે. અમે સમૂહ લગ્ન માટે જવાબદાર છીએ પણ કોઈ આવી ઘટના બની હશે તે લોકો મારો સંપર્ક કરે. અમે સોનાની ચૂક બદલી આપવા માટે તૈયાર છીએ.

કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતના ગંભીર આક્ષેપ

બીજી તરફ આ મામલે રાજકોટ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત દ્વારા ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યુંછે કે, સમૂલગ્નમાં કોપીન પાસેથી નાણા લેવાના ના હોય. નાણાં લઈ લગ્ન કરાવી આપે એ તો ધંધો કહેવાય.વિક્રમ સોરાણી આગળ પણ 555 લગ્ન જાહેરાત કરી હતી. પણ લગ્ન 555 લગ્ન થયા ન હતા 300 આસપાસ હતા.555 લોકોના નામે કરિયાવર આવેલ ત્યારે એ આવેલ કરિયાવર ઓળવી ગયા છે. વાંકાનેરમાં દુકાન શરૂ કરી ત્યાં કરિયાવર વહેંચણ કરે છે.દેનારો દઈ દે છે પણ તેનો હિસાબ નથી લેતા.દાન આપનાર હિસાબ લેવા જરૂરી. આ સાથે ભાજપના નેતા દ્વારા વિક્રમ સોરાણી દેણું પણ ભરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

Kashmir ના ખૂણે ખૂણે લાગ્યા પહેલગામ પર હુમલો કરનાર આતંકીઓના પોસ્ટર, માહિતી આપનારને મળશે 20 લાખનું ઈનામ

પીએમ મોદીના દાવાની Donald Trump એ હવા કાઢી નાખી, ટ્રમ્પે દુનિયાની સામે કહી દીધું , ‘મેં ધમકી આપીને યુદ્ધને બંધ કરાવ્યું’

Amritsar માં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, 6 ની હાલત ગંભીર

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 8 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’