
Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની પકડથી વાંરવાર છુટી જતો હતો. આ વખતે પોલીસે તેને ઝડપી પાડયો છે.
પોલીસની જાસૂસી માટે માફિયાઓએ cctv કેમેરા અને વોકીટોકી વાપર્યા
આ ઘટનાને જોઈ આશ્રય થાય કે ગુનેગારો હોશિયારી કરવામાં પોલીસને પણ પાછળ મૂકી દીધી છે. કેમકે અત્યાર સુધી આપણે તો એવું જ સાંભળ્યું હતું કે પોલીસ ગુનેગારોને પકડવા માટે cctv લગાવે અને વોકીટોકીથી સાથીદારો જોડે વાત કરે જેનાથી આરોપી ઝડપથી પકડાઈ જાય,પણ હવે તો એની વિરુદ્ધ જ ગુનેગારો તેનો ઉપયોગ બચવા કરી રહ્યાં છે.
શું હતી સમ્રગ ઘટના?
સુરત ભાઠેના પંચશીલનગરમાં રહેતો હતો. તેનું નામ શિવરાજ ઝાલા છે. અને ત્યાં તેને 500 મીટરના વિસ્તારમાં 25 સીસીટીવી લગાવ્યાં હતાં તેમજ 4 વોકીટોકી પણ વાપરતો હતો. દરરોજ દોઢ લાખનું એમડી વેચતો હોવાનું પણ ખુલ્યું છે. તેને ઘરમાં જ કંટ્રોલ રુમ બનાવી રાખી હતી. જયાંથી તે ડ્રગ્સ ખરીદારો અને પોલીસ પર નજર રાખતો હતો. જો પોલીસ આવે તો તેને કેમેરાથી અગાઉ જાણ થઈ જાય એ હેતુથી જ કેમેરા લગાવ્યાં હતા.
શિવરાજ પાસેથી કેટલું ડ્રગ્સ મળ્યું
આ ઘટનામાં પોલીસની તપાસમાં તેના ખિસ્સામાંથી 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ અને 16 લાખ રુપિયા રોકડા મળ્યાં હતા.આ ઉપરાંત તેના પાસે બે પિસ્તોલ પણ મળી આવેલી.આરોપી આ કારોબાર વર્ષોથી ચલાવતો હતો. અને વાંરવાર પોલીસને છાતરવામાં સફળ થતો હતો પણ આ વખતે ઝડપાઈ ગયો છે. અને તેના ગુનાનો પર્દાફાશ થયો છે.
શિવરાજના અન્ય ગુનાઓ
શિવરાજ વિરુદ્ધ અન્ય ગુનાઓ પણ નોંધાયા છે. તે ખૂબ જુલો અપરાધી હતો. તેના પર મારામારી, જુગાર, લૂંટ, ડ્રગ્સ સપ્લાય અને હત્યાના ગુનાઓ પણ નોંધાયા છે. હવે પોલીસ તેના ગુનાઓની અને સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો
Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?