
21 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકામાં સેફ્ટી સાધનો વિના ગટર સફાઈ માટે કામદારોને ઉતાર્યા હતા. જ્યાં ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત થયા હતા. ગેસગળતરની ઘટનાને પગલે અનેક લોકોના ટોળા ઉમટ્યા હતા. ગટર સફાઈ માટે ઉતરેલા જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયાનું મોત નીપજ્યું હતુ. મૃતકના પરિવારને રૂ.36-36 લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ RAJKOT: ખેડૂતે ખરીદેલા મોઘા ખાતરમાં નીકળ્યા પથ્થર અને કાંકરા
જો કે તેમ છતાં આ ઘટનાને લઇ પાટડીના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે, કારણ કે 20 ફૂટ ઊંડી ગટરની કુંડીઓ સાફ કરવા માટે કામદારોએ સેફ્ટી સાધનો વિના ગટર સફાઇ માટે ઉતર્યા હતા. ત્યારે બે યુવાનોના મોત થયા હતા. જેમાં આરોપી એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જો ચીફ ઓફિસસર અને સેનેટરી ઈસ્ન્પેક્ટરને ઝડપવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા છે. જેથી આજ રાત્રી 9 વાગ્યા સુધીમાં ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટરની અટકાયત નહીં કરવામાં આવે તો આવતીકાલે પાટડી સ્વેચ્છિક બંધનું એલાન અપાયું છે.
આ બનાવમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, એસઆઇ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો છે. જો કે તેમાંથી હજુ બે લોકોની ધરપકડ બાકી છે. જેથી પરિવારે બેદરકારી દાખવનાર ચીફ ઓફિસર એસ.આઈની અટકાયત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. જો રાત્રિ સુધી અટકાયત નહીં કરવામાં આવે તો આવતીકાલે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
જુઓ પોલીસે શું કહ્યું?