આતંકી સંગઠન જૈશએ મોહમ્મ સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની સાણંદના મદરેસામાંથી ધરપકડ

  • Gujarat
  • December 12, 2024
  • 0 Comments

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અમદાવાદ પોલીસને સાથે રાખીને ઓપરેશન પુરૂં પાડ્યું

અમદાવાદ નજીક આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતા એક શંકાસ્પદ વ્યકિતની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. સૌથી ચોંકાવનારા સમાચાર તે છે કે, આ વ્યક્તિની આતંકી સંગઠન જૈશએ મોહમ્મદ સાથેના કનેકશનને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

NIA દ્વારા ઝડપી પાડવામાં આવેલા શંકાસ્પદ વ્યકિતનું નામ આદિલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિને નેશનલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને જે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું તેમાં અમદાવાદ જિલ્લા પોલીસને પણ સાથે રાખવામાં આવી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા એક મદરેસામાં નોકરી કરતા આદિલ નામનો એક વ્યક્તિ જૈશ એ મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાયા હોવાની વિગત સેન્ટ્રલ એજન્સીને મળી હતી. જેના આધારે તેણે અમદાવાદ જિલ્લા પોલીસની મદદ લઈને મોડી રાતે અટકાયત કરી છે. આ શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ છે અને તે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે દેશ વિરોધી કૃત્ય કરતા આતંકી સંગઠન સાથે કનેક્ટ હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક વર્ષોથી આતંકી સંગઠનના મૂળ ઓનલાઈન પ્લેટફોર્મ સુધી ફેલાઈ ગયા છે. જ્યાં અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત ઓનલાઈન પ્લેટફોર્મ થકી જ યુવકોને આતંકવાદી સંગઠનો સાથે જોડવાનો કારસોઓ રચવામાં આવી રહ્યા છે.

યુવાઓને આતંકી સંગઠનમાં જોડવા સોશિયલ મીડિયાનો ઉપયોગ!

સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવીને તેમાં લોકોને અલગ અલગ મોડ્યુલમાં વિચારધારા સાથે જોડીને તેઓને ધીમે-ધીમે આતંકી સંગઠનના વિચારસરણી તરફ લઈ જવામાં આવે છે. જે બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!