તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath

  • શિસ્ત પાર્ટી ભાજપનો પ્રમુખ દારુડિયો નીકળ્યો
  • ભાજપ સરકારમાં ખુદ પ્રમુખે દારુબંધી તોડી
  • હવે ભાજપ અને પોલીસ પ્રમુખને શું કરશે?

Gir Somnath: ગુજરાતમાં દારુબંધીના ખુદ ભાજપના નેતાઓ જ લીરેલીરા ઉડાવી રહ્યા છે. દારુબંધી તો હવે ઠીક પણ દારુ પીને લોકો પર હુમલા કરી રહ્યા છે. વારંવાર ભાજપના નેતાઓ દારુ પીતા, વેચતાં ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ભાજપ નેતા દારુના નશામાં દંગલ મચાવતો ઝડપાયો છે. ભાજપ પ્રમુખનો રોફ જમાવી યુવક પર હુમલો કર્યો છે.

ગીર સોમનાથના તાલાલામાં ભાજપના શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું છે. સોમનાથ સોસાયટીમાં રાત્રીમાં બાળકોને ગાળો ભાંડી હતી. ભાજપ પ્રમુખને સમજાવવા જતા બેટ વડે હુમલો કર્યો હતો. બાળકના વાલીઓને બેટ વડે માર માર્યો હતો. રુચિત સંચેલા નામના યુવકને બેટ માર મારતા સારવાર માટે ખસેડાયો છે.

સુનિલ ગંગદેવ પોલીસ સ્થળ પર પહોંચી તો ભાજપના શહેર પ્રમુખ હોવાની ધમકી આપી પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતુ. પોલીસે નશામાં ધૂત સુનિલ ગંગદેવ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

સુનિલ ગંગદેવના દીકરાને અન્ય યુવક સાથે બબાલ થતાં માથાકૂટ થઈ હતી. ક્રિકેટ રમવાને લઈને થયેલા ઝઘડામાં આરોપીએ યુવકોને ઢોર માર માર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવના કારણે સમગ્ર ભાજપ સામે રોષ ભભૂક્યો છે. જો કે હજુ સુધી ભાજપ પક્ષ દ્વારા આ પ્રમુખ વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

તાજેતરમાં પણ આણંદ ભાજપ નેતાનો પુત્ર દારુ પિતા ઝડપાયો હતો

વડોદરામાં કારમાં દારૂની મહેફિલ માણતા આણંદના ભાજપના નેતા દિલીપ ડી પટેલનો પુત્ર હિરેન પટેલ પકડાયો હતો. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગરસેવક દિલીપ ડી. પટેલ છે.

આ પણ વાંચોઃ તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath

આ પણ વાંચોઃ જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં 4 આતંકીને આજીવન કેદ | Jaipur bomb blast

આ પણ વાંચોઃ ડિગ્રી ચોરી નરેન્દ્ર ડોક્ટર બન્યો, મહિને 8 લાખ પગાર લેતો, 20 વર્ષે પર્દાફાશ, જાણો 7ના જીવ લેનારાના કારનામા? | MP fake doctor

આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં કોંગ્રેસને ભાજપથી ચઢિયાતી બનાવવા અમદાવાદમાં CWCની બેઠક, સત્તા પક્ષ પર ચાબખાં

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

  • October 29, 2025
  • 4 views
Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 4 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 9 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ!