
Tamil Nadu: પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં તિરુપુરમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી શનમુગવેલની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી.મિલકતના વિવાદને લઈને એસ્ટેટ કર્મચારી મૂર્તિ અને તેમના પુત્રો થંગાપંડિયન અને મણિકંદન વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, જે દરમિયાન પુત્રોએ તેમના પિતા પર હુમલો કર્યો હતો.આ મામલાને શાંત કરવા SSI શનમુગવેલ નાઇટ પેટ્રોલિંગ પરથી ત્યાં ગયા હતા. જયારે પિતાને પુત્રોએ મળીને પોલીસકર્મીને જ મારી નાખ્યાં.
પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જપતાવી દીધો
આ ઘટના સાંભળીને નવાઈ લાગે કે પિતા- પુત્રોનું સમાધાન કરીને પોલીસકર્મીએ શું ખોટું કર્યુ હતું. આવા જ નિર્દયી લોકોના કારણે કદાચ કોઈ એકબીજાની મદદ કરવા તૈયાર નથી થતાં. લડાઈ ઝઘડા તો થાય પરતું આ કેસ વિચાર કરવા મજબુર કરે તેવો છે. કોઈના ઝઘડામાં સમાધાન કરાવવું કે ન કરવું એ જ સવાલ છે. અહીં લોકો પોતાનો ઝઘડો ભૂલીને મદદ કરનારને જ પતાવી દે છે. અત્યારે જમીનોને મિલકતની લાલચમાં સંબંધોને નેવે મૂકી દે છે. માણસની જિંદગી કરતાં પણ તેમના માટે મિલકત વધારે જરુરી હોય છે. અને તેના માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે.
કેવી રીતે બની ઘટના ?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, SSI શનમુગવેલ નાઇટ પેટ્રોલિંગ પર હતા ત્યારે તેમને લડાઈની માહિતી મળી. અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. મિલકતના વિવાદને લઈને એસ્ટેટ કર્મચારી મૂર્તિ અને તેમના પુત્રો થંગાપંડિયન અને મણિકંદન વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, જે દરમિયાન પુત્રોએ તેમના પિતા પર હુમલો કર્યો હતો.પોલીસકર્મી અથડામણ રોકવા માટે ગયા હતા. અને ઘાયલ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરી.આ દરમિયાન થંગાપંડિયન સાથે વાત કરતી વખતે, નાના પુત્ર મનીષંકરે પોલીસકર્મી પર દાતરડાથી હુમલો કર્યો ત્યારબાદ પિતા તથા મોટા પુત્રએ પણ SSI શનમુગવેલ પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી.
કેવી રીતે મળી અધિકારીઓને જાણકારી ?
આ ઘટનામાં સદનસીબે, SSI શાનમુગવેલનો ડ્રાઈવર ભાગી જવામાં સફળ રહ્યો અને તેણે ઘટનાની જાણકારી વરિષ્ઠ અધિકારીઓને આપી. હાલમાં, ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા છે. ત્યારે મૂર્તિ અને તેમના પુત્રોને પકડવા માટે એક SIT ની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો
Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?