
Miss Bhayesh Soniji: શિક્ષક દિન એ એક ખાસ પર્વ છે જે શિક્ષકોના અમૂલ્ય યોગદાનને સન્માનવા અને તેમની સેવાઓની કદર કરવા માટે ઉજવવામાં આવે છે. ભારતમાં શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં ઉજવાય છે. આ દિવસ શિક્ષકોની ભૂમિકાને માન આપવા અને વિદ્યાર્થીઓ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો દિવસ છે.
જોકે શિક્ષક દિનની ઉજવણી ફક્ત ઔપચારિક શિક્ષકો સુધી મર્યાદિત નથી, પરંતુ તે દરેક એવી વ્યક્તિને સમર્પિત છે જે આપણને જીવનમાં પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે અને કંઈક નવું શીખવે છે, ભલે તે શાળા કે કોલેજના શિક્ષક ન હોય. આવા વડીલો જેમને આપણે “અનૌપચારિક શિક્ષકો” કહી શકીએ, જીવનના વિવિધ ક્ષેત્રોમાં આપણને મૂલ્યવાન પાઠ શીખવે છે. ત્યારે આજે એવા મહાનુભવની વાત કરવા જઈ રહ્યા છે, જેમનું એક શિક્ષક જેટલું જ યોગદાન રહ્યું છે. સ્વર્ગસ્થ મિસ ભાગ્યેશ સોનીજી. તેઓએ આ દુનિયામાં રહ્યા નથી પણ તેમના વિચારો આજે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. ત્યારે આજે તેમને યાદ કરવાનો અવસર છે. મિસ ભાગ્યેશ સોનીજીએ તેમના શિક્ષક દિન અંગે અનેક વિચારો રજૂ કર્યા હતા.
મિસ ભાગ્યેશ સોનીજી દરેકને પ્રેરણા આપી છે કે સ્વસ્થ જીવનથી લઈને ગંભીર પીડાદાયક જીવન સુધી, પડકારો હંમેશા રહેશે કારણ કે જીવન નામનું સાહસ તેના વિના આકર્ષણ ન રાખી શકે. તમારી જાતને સારી રીતે તૈયાર કરો, પરિવારની તાકાત બનો, સમાજમાં યોગદાન આપો, રાષ્ટ્રનું નિર્માણ કરો. દરેક સકારાત્મક કે નકારાત્મક, સફળ કે નિષ્ફળતા એક પડકાર છે પરંતુ સાથે સાથે સામગ્રી અથવા અનુભવ સાથે વધુ વિકાસ કરવાની તક છે. હિંમત નસીબ બનાવે છે.
મિસ ભાગ્યેશ સોનીજીના આ વિચારો એક ઊંડો અને પ્રેરણાદાયી સંદેશ આપે છે, જે જીવનની મુસાફરી, પડકારો, અને તેનો સામનો કરવાની રીત વિશે વાત કરે છે. આ વાક્યોમાં જીવનના વિવિધ પાસાઓ અને તેની સાથે જોડાયેલી જવાબદારીઓ, તકો અને હિંમતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
જીવન ક્યારેય સરળ કે નિર્વિકાર નથી રહેતું. સ્વસ્થ અને આનંદમય જીવનમાં પણ નાના-મોટા પડકારો આવે છે, જેમ કે કાર્યસ્થળની સ્પર્ધા કે વ્યક્તિગત સંબંધોની જટિલતાઓ. જ્યારે ગંભીર પીડાદાયક જીવન (જેમ કે બીમારી, આર્થિક મુશ્કેલીઓ કે દુઃખ)માં તો પડકારો વધુ તીવ્ર હોય છે. આ વાક્ય કહે છે કે પડકારો જીવનનો અભિન્ન ભાગ છે – તે ક્યારેય ખતમ થતા નથી. એક સફળ વ્યાપારીને પણ આર્થિક મંદીનો સામનો કરવો પડે છે, જે તેને વધુ મજબૂત બનાવે છે. ત્યારે મિસ ભાગ્યેશ સોનીજીના આ વીચારો આજની પેઢીને ઘણુબધુ કહી જાય છે.
આ પણ વાંચો:
અમદાવાદમાંથી પકડાયેલા કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડના હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ | Harshit Jain
મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!
ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade