
Telangana Bhainsa viral video: તેલંગાણાના નિર્મલ જિલ્લામાં આવેલા ભૈંસા શહેરમાં 4 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી ગણેશ ચતુર્થીની શોભાયાત્રા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શોભાયાત્રા દરમિયાન કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ્સ માફિયા તરીકે ઓળખાતા લોરેન્સ બિશ્નોઈના ફોટા ભગવાન શ્રીરામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના ફોટા સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. ભગવાન રામ સાથે ગણેશજીનું પણ આ મોટું અપમાન છે કારણ કે ગણેશજીની યાત્રામાં લોરેન્સ બિશ્નોઈના ફોટા પ્રદર્શિત કરવા કેટલું યોગ્ય કહેવાય?
#Breaking: Bhainsa, Telangana has unlocked new ‘Hindu Gods’.
On Sept 4, Nathuram Godse & druglord Lawrence Bishnoi who’s destroyed crores of Indian youth with drugs were worshipped alongside Hindu deity Lord Ram.Bonus: Bishnoi got the center spot above Ram! 👌🏾 pic.twitter.com/7R4j8Os9eO
— RAHUL (@RahulSeeker) September 9, 2025
શોભાયાત્રામાં વિવાદાસ્પદ પ્રદર્શન
સોશિયલ મિડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ગણેશ ચતુર્થીની શોભાયાત્રા, જે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનું પ્રતીક હોય છે, તેમાં લોરેન્સ બિશ્નોઈ જેવા વ્યક્તિના ફોટાનું પ્રદર્શન એ ચોંકાવનારો બનાવ બન્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે શોભાયાત્રામાં એક લાઈટિંગ બેનર પર લોરેન્સ બિશ્નોઈનો ફોટો મધ્યમાં મૂકવામાં આવ્યો હતો, જ્યારે તેની આજુબાજુ ભગવાન શ્રીરામ, નથુરામ ગોડસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા હતા. આ બેનરે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી, કારણ કે લોરેન્સ બિશ્નોઈ એક એવી વ્યક્તિ છે, જેના પર ડ્રગ્સની હેરાફેરી, હત્યા અને ખંડણી જેવા ગંભીર આરોપો છે.
લોરેન્સ બિશ્નોઈ, ગેંગસ્ટરથી “હિન્દુ રાષ્ટ્રવાદી ડોન” સુધી
લોરેન્સ બિશ્નોઈ, જે હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે, એક કુખ્યાત ગેંગસ્ટર છે, જેના નામે ભારત અને વિદેશમાં અનેક હાઈપ્રોફાઈલ હત્યાઓ અને ડ્રગ્સની હેરાફેરીના કેસ નોંધાયેલા છે. ગુજરાત એટીએસે તેની સામે 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં તપાસ હાથ ધરી હતી, જેમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે તેનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત, તેના પર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાનો અને તેમના નિવાસસ્થાને હુમલાઓ કરાવવાનો આરોપ પણ છે.
આ ગંભીર ગુનાઓ છતાં, કેટલાક વર્ગો દ્વારા લોરેન્સ બિશ્નોઈને “હિન્દુ રાષ્ટ્રવાદી ડોન” તરીકે ગણાવવામાં આવે છે, જેના કારણે તેની છબી એક ધાર્મિક નેતા તરીકે રજૂ થઈ રહી છે. જોકે, આ ઘટનાએ તેની ગુનાખોરીની પૃષ્ઠભૂમિ અને ધાર્મિક ભાવનાઓના દુરુપયોગનો પ્રશ્ન ઉભો કર્યો છે.
ભગવાન રામ સાથે ગેંગસ્ટરના ફોટાનો વિવાદ
ભૈંસાની શોભાયાત્રામાં લોરેન્સ બિશ્નોઈના ફોટાને ભગવાન શ્રીરામના ફોટા સાથે જોડવું એ હિન્દુ ધર્મનને લાંચ્છન લગાડવા બરાબર છે. ભગવાન રામ, જે હિન્દુ ધર્મમાં ન્યાય, ધર્મ અને સદાચારનું પ્રતીક છે, તેમની તસવીરને એક ગેંગસ્ટર અને ડ્રગ્સના વેપારી સાથે જોડવાથી ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ ઉપરાંત, નથુરામ ગોડસેનો ફોટો પણ આ બેનરમાં હોવાથી વિવાદ વધુ ઘેરો બન્યો છે, કારણ કે ગોડસે મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર હતા, જે ભારતીય ઈતિહાસમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ છે. શોભાયાત્રાના આયોજક કોણ હતા, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું કહેવાઈ છે.
સોશિયલ મીડિયા પર રોષ અને પ્રતિક્રિયાઓ
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઘણા ભક્તોએ આ ઘટનાને “ધર્મનું અપમાન” ગણાવ્યું છે અને શોભાયાત્રાના આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “ભગવાન રામની પવિત્રતા સાથે એક ગેંગસ્ટરની તસવીર જોડવી એ હિન્દુ ધર્મનું અપમાન છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.” અન્ય એક યુઝરે પ્રશ્ન ઉઠાવ્યો, “જે વ્યક્તિએ લાખો યુવાનોનું જીવન ડ્રગ્સની લતથી બરબાદ કર્યું, તેને ધાર્મિક નેતા તરીકે રજૂ કરવાનો હેતુ શું છે?”
આ પણ વાંચો:
Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ
Gujarat: ગાંધીનગરમાં ઓછી ક્ષમતાનું ડેટા સેન્ટર બનાવીને સરકાર ખુશ કેમ?
‘તંત્ર ગુંડાગીરી પર આવ્યું’, પોલીસે AAP ધારાસભ્યની કેવી રીતે કરી ધરપકડ? | Doda | Mehraj Malik
Viral Video: બે મુસ્લીમ દુકાનદારો મીઠાઈમાં વીર્ય ભેળવતાં ઝડપાયા!, પછી થયા આવા હાલ!
Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ







