
- થાન પાલિકામાં ભાજેપ પાડ્યો ખેલ
- જૂથ વાદે બધાને દોડાવ્યા પ્રમુખ પદની રેસમાં જીત્યું કોણ?
Than President-Vice President: થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુ અલગોતરનું નામ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના 18 સભ્યો ફાર્મ હાઉસમાંથી પરત ફરતા તેમને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. સભ્યોની ગેરહાજરીમાં જ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
થાન નગરપાલિકામાં ભાજપનો થયો હતો વિજય
સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણી 17 દિવસ પહેલા યોજાઇ હતી. અને તેના પરિણામ પણ આવી ગયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે 25 બેઠકો નગરપાલિકાની જીતી છે ત્યારે હવે ભાજપનો અંદર અંદરનો વિવાદ સામે આવ્યો છે.સ્થાનિક ધારાસભ્ય સામજી ચૌહાણ જે સભ્યોને લઈ ગુમ થયા હતા તેમને દેદાદરા નજીક રોકી દેવામાં આવતા વિવાદ વકર્યો હતો.
18 જેટલા સભ્યો ગાયબ કરાયા હતા
ધારાસભ્ય શામજી ચૌહાણ નગરપાલિકાના 18 જેટલા સભ્યોને લઇ અને એક ફાર્મ હાઉસમાં જતા રહ્યાં હતા.આજે પ્રમુખ તરીકેની જાહેરાત થવાની હતી ત્યારે તે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લખતર દેદાદરા નજીક આ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્રણ વાગ્યે બોર્ડની બેઠક હતી ત્યારે ભાજપના નગરપાલિકાના સભ્યો ગેરહાજર હતા છતા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરત DCP પિનાકીન પરમારે મારી વિરુધ્ધ ગુનો નોંધવા ધમકી આપી: પોલીસકર્મીના અપહરણ મુદ્દે DCP પાસે ગયા હતા
આ પણ વાંચોઃ પોરબંદરમાં આગ: ભારે પવન ફૂકતાં ઉભા ઝાંડ સળગ્યા, આગને કાબૂમાં લેવી મુશ્કેલ