
- પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કોઈ જ MOU સાઈન કર્યા નથી – ઇન્ડિયન એમ્બેસી, વોશિંગ્ટન ડીસી
- પીએમ મોદી “વ્યક્તિગત” કામ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાં પહોંચ્યા હતાં?
- ટ્રમ્પ ટેરીફ મુદ્દે તતડાવતા હતાં ત્યારે સાહેબ દાંત કાઢતાં હતાં
PM Modi | તાજેતરમાં 12 – 13 ફેબ્રુઆરી 2025ના રોજ આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટા ઉપાડે અમેરિકા પહોંચ્યા હતાં. હવે એ મુલાકાત વખતે મોદીસાહેબે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કોઈ જ MOU કર્યા નથી તેવો જવાબ વોશિંગ્ટન ડીસી ખાતેની ઇન્ડિયન એમ્બેસીએ આપ્યો છે. અત્રે નોંધનિય છે કે, અજય બોઝે કરેલી આરટીઆઈના જવાબમાં ઇન્ડિયન એમ્બેસીએ આવો સત્તાવાર જવાબ આપ્યો છે.
ગંગામાતાએ ખોળે લીધેલાં પુત્ર નરેન્દ્ર દામોદરદાસ મોદી બહુ હરખપદુડાં છે. એવું કહેવું સ્હેજેય અતિશ્યોક્તિ ભરેલું નહીં ગણાય. તેઓ ઉર્જાસભર રહે છે. સતત કામ કરે છે. તેઓ અનંત અંબાણીના વનતારામાં જવું, સિંહના બચ્ચઓને દૂધ પીવડાવવું… જેવાં અનેક મહત્વના કાર્યો કરે છે. જોકે, દરેક કાર્યની પાછળ એમનો ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે.
તેઓ કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય સાથે જ હરખપદુડા થઈને રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની મહેમાનગતિ માણવા માટે 12 – 13 ફેબ્રુઆરીના રોજ અમેરિકા દોડી ગયાં હતાં. ટ્રમ્પે એમના માટે ખુરશી ખસેડી આપી એટલે અંધભક્તોએ ખુશીનો ઓડકાર ખાધો અને સાહેબની શક્તિના બણગાં ફુંકવાનું શરૂ કરી દીધું હતું. જોકે, બાદમાં પત્રકાર પરિષદ વખતે ટ્રમ્પે જે પ્રકારે સારા શબ્દોમાં આબરું કાઢી ત્યારે સાહેબ પાસે દાંત કાઢવા સિવાય કોઈ રસ્તો નહોતો.
પત્રકાર પરિષદમાં ભારતના અપમાનિત કરાતાં લોકો મુદ્દે મોદીસાહેબ ખોંખારીને નહોતાં કહી શક્યા કે, અમેરિકા હાથકડી પહેરાવી ભારતીયોનું અપમાન કરવાનું બંધ કરે. ના તો ગૌતમ અદાણીને લગતાં પ્રશ્નનો સરખો જવાબ આપી રહ્યાં હતાં. ગૌતમ અદાણીનાના પ્રશ્નને વ્યક્તિગત ગણાવ્યો હતો. એ માત્ર નોંધ ખાતર.
પીએમ મોદીએ અમેરિકા યાત્રામાં શું કર્યું? એ જાણવા માટે વોશિંગ્ટન ડીસીની ઇન્ડિયન એમ્બેસીમાં અજય બાસુદેવ બોઝે આર.ટી.આઈ. અંતર્ગત અરજી કરી હતી. જેમાં તેમણે બે પ્રશ્નો પુછ્યા હતાં. એક તો પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે કેટલાં MOU સાઈન થયાં છે? અને બીજો પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલાં MOUના નામો શું છે?
અજય બોસે કરેલી આરટીઆઈના જવાબમાં ઇન્ડિયન એમ્બેસીએ જવાબ આપ્યો છે કે, 12 – 13 ફેબ્રુઆરી 2025ની મોદીસાહેબની વોશિંગ્ટન ડીસીની વીવીઆઈપી મુલાકાત દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી વચ્ચે કોઈ જ MOU સાઈન થયાં નથી.
ઇન્ડિયન એમ્બેસીના આ જવાબને કારણે ભારે હાહાકાર મચી ગયો છે. અને ખાસ તો એ પ્રશ્ન ઉભો થાય છે કે, આખરે મોદીસાહેબ કયા “વ્યક્તિગત” કારણસર ટ્રમ્પને મળવા ગયાં હતાં? ટ્રમ્પે પદગ્રહણ સમારોહમાં તો મોદીસાહેબને આમંત્રિત કર્યા નહોતાં. એ પણ માત્ર જાણ ખાતર.
આમ તો, મોદીસાહેબને ક્યારેય ખુલાસો કરવાની ટેવ નથી. પણ, આશા રાખીએ કે, આગામી દિવસોમાં મોદીસાહેબ પોતાની અમેરિકા યાત્રા પાછળનું કારણ દેશની જનતાને જણાવે. બાકી, એમનાં મનની વાતો તો બધાં સાંભળી જ રહ્યાં છે.
આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં વિદ્યાર્થીઓ ભરેલી વાનને એસટી બસે ટક્કર મારી, બાળકોના જીવ તાળવે ચોટ્યા!
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
આ પણ વાંચોઃ Anand: સમારખા ચોકડી પાસે 2 બસ, કાર, બાઈક સળગી ઉઠ્યા, ફાયર વિભાગ ઘટનાસ્થળે
આ પણ વાંચોઃ Betul News: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતા 3 લોકોના મોત, રેસ્કયૂ કામ ચાલુ