
Trump threat: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત પર ખૂબ મોટા પાયે નવા ટેરિફ લાદવામાં આવશે અને આ નિર્ણય આગામી 24 કલાકમાં લાગુ થઈ શકે છે. ટ્રમ્પનો આરોપ છે કે ભારત સતત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, જે યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટ્રમ્પે 25 ટકા ટેરિફ લાદવાની ભારત પર વાત કરી હતી. જો કે પછી પાછી પાની કરી હતી. હવે ફરી ધમકી આપી છે.
રશિયન તેલ બન્યું બહાનું, ટ્રમ્પ અમેરિકાથી નારાજ
CNBC સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું, ‘ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદે છે. અમે તેમના પર 25% ટેરિફ લાદ્યો હતો, પરંતુ હવે હું તેમાં ઘણો વધારો કરવા જઈ રહ્યો છું, કારણ કે તેઓ રશિયન યુદ્ધ મશીનને બળતણ આપી રહ્યા છે. અમે ભારત સાથે થોડો વેપાર કરીએ છીએ, પરંતુ તેઓ અમારા કરતા ઘણું વધારે કમાય છે.’
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે લખ્યું, ‘ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે અને તેને વૈશ્વિક બજારમાં નફા માટે વેચી રહ્યું છે. તેમને કોઈ પરવા નથી કે યુક્રેનમાં કેટલા લોકો મરી રહ્યા છે. એટલા માટે હું ભારત પર કર ખૂબ વધારવા જઈ રહ્યો છું.’
ભારતનો જવાબ – અમેરિકા પોતે રશિયા સાથે વ્યાપાર કરી રહ્યું છે
ભારત સરકારે ટ્રમ્પના આરોપોને રાજકીય અને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલય (MEA) એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે યુક્રેન યુદ્ધ પછી, જ્યારે પશ્ચિમી દેશો તેમની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત હતા, ત્યારે ભારત રશિયન તેલ તરફ વળ્યું. MEA એ કહ્યું, ‘તે જ સમયે, અમેરિકાએ પોતે ભારતને રશિયન તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું જેથી વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતા જળવાઈ રહે.’ વધુમાં કહ્યું અમેરિકા પોતે રશિયા સાથે વ્યાપાર કરી રહ્યું છે.
આ પણ વાંચો:
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો