
US-China Relations 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર લાદવામાં આવેલ નવો 25% ટેરિફ મંગળવારથી અમલમાં આવ્યો છે. સાથે સાથે ચીની માલ પરની ડ્યુટી બમણી કરીને 20% કરવામાં આવી છે. આ પછી ચીન રોષે ભરાયું છે. ચીને કહ્યું ટેરિફ ટેક્ષ માટે અમેરિકા યુધ્ધ ઈચ્છે તો અમે તૈયાર છીએ. ચીન અંત સુધી લડશે. ચીને પણ વળતો જવાબ આપવાની જાહેરાત કરી છે. ચીને મંગળવારે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર વધારાનો 15 ટકા તેમજ અન્ય કેટલાક સામાન પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
“ચીનને ધમકી આપવાથી કામ નહીં ચાલે”
ડોનાલ્ડ ટ્રમ્પ જાણે ટેરિફ ટેક્ષ વોર શરુ કર્યું હોય તેમ હવે એકબાજા પર ટેક્ષ ઝીકી રહ્યા છે. ચીનમાં યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, “અમે અંત સુધી લડવા માટે તૈયાર છીએ”. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિશાન સાધ્યું અને લખ્યું, “ચીનને ધમકી આપવાથી કામ નહીં ચાલે.” અમેરિકાથી થતી આયાત પર ચીન ટેરિફ ટેક્ષ વધારશે તો અમેરિકા સહન નહીં કરી શકે.
આ પણ વાંચોઃ કોઈ પણ જાતિ મંદિર પર હક ન જામાવી શકે: Madras High Court
આ પણ વાંચોઃ VADODARA: ધો.7માં ભણતાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાંધો, માતાએ શું હહ્યું હતુ?