
Planets Found: આપણે વર્ષોથી બ્રહ્માંડમાં જીવન હોવાની વાતો સાંભળતા આવ્યા છે અને એલિયનની વાતો પણ અવારનવાર સામે આવતી રહે છે અને ચંદ્ર-મંગળ ઉપર જવાની વાતો થતી રહે છે પણ ત્યાં જીવન હોવાની વાતને હજુ સુધી નક્કર સમર્થન મળ્યું નથી પણ હવે જે નવી વાત સામે આવી છે તેમાં વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં પૃથ્વી જેવા અસંખ્ય ગ્રહો શોધી કાઢ્યા છે અને આ ગ્રહો દૂરના તારાઓની પરિક્રમા કરે છે, તેમનું કદ, રચના અને જીવન માટે યોગ્ય પરિસ્થિતિઓ આપણી પૃથ્વી જેવી જ હોવાનું શોધી કાઢતા એક નવી આશાઓ બંધાઈ છે. નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપે એવા ઘણા ગ્રહો શોધી કાઢ્યા છે જે ગ્રહો વસવાટયોગ્ય ક્ષેત્રમાં છે, જ્યાં પ્રવાહી પાણી અસ્તિત્વમાં હોઈ શકે છે જો આ વાત સાચી સાબિત થશે તો ભવિષ્યમાં પૃથ્વી થી બ્રહ્માંડમાં લોકો જતા આવતા થઈ જશે અને ત્યાં પણ એક જીવન ઉભું થઈ જશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એક્ઝોપ્લેનેટ્સ આપણા સૌરમંડળની બહારના ગ્રહો છે. વૈજ્ઞાનિકો તેમને ટેલિસ્કોપથી શોધે છે, જે તારાઓની સામેથી પસાર થતાં પ્રકાશના ઝાંખા પડવાથી તેમને શોધી કાઢે છે. પૃથ્વી જેવા વિશ્વોનો અર્થ એ છે કે તેઓ નાના, ખડકાળ અને તેમના તારાથી યોગ્ય અંતરે છે તેથી તેઓ ન તો ખૂબ ગરમ છે અને ન તો ખૂબ ઠંડા. આને ગોલ્ડીલોક્સ ઝોન કહેવામાં આવે છે ન તો ખૂબ ગરમ કે ન તો ખૂબ ઠંડા.
અત્યાર સુધીમાં હજારો બાહ્ય ગ્રહો મળી આવ્યા છે, પરંતુ ફક્ત થોડા જ ગ્રહો પૃથ્વી જેવા છે જ્યાં પાણી અને ખડકો છે, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST) જીવનના સંકેતો શોધવા માટે તેમના વાતાવરણની તપાસ કરી રહ્યું છે. જેમાં ઓક્સિજન અથવા મિથેન જેવા રસાયણો શોધવાથી જીવનનો સંકેત મળી શકે છે.
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ 2021 થી કાર્યરત છે. તે આ ગ્રહોના વાતાવરણને સ્કેન કરે છે. જો પાણી, ઓક્સિજન અથવા કાર્બનિક વાયુઓ મળી આવે, તો તે જીવનના પુરાવા સૂચવી શકે છે. ARIEL (ESA) જેવા આગામી મિશન પણ મદદ કરશે.
જોકે,નાસાના કેપ્લર ટેલિસ્કોપ દ્વારા અગાઉ 2009 થી 2018 સુધીમાં 2,600 થી વધુ ગ્રહો શોધી કાઢ્યા હતા જેમાંથી ઘણા પૃથ્વી જેવા હતા તો કેટલાક પૃથ્વી કરતા પણ મોટા હતા આ ગ્રહો ઉપર ક્યાંક વધુ પડતી ગરમી કે ક્યાંક વધુ ગુરુત્વાકર્ષણ જેવા મામલા સામે આવ્યા હતા પણ ગ્રહો શોધવાની આગળ વધેલી કામગીરીમાં સકારાત્મક માહિતી મળી રહી છે અને પૃથ્વી જેવું જ જીવન અન્ય ગ્રહો ઉપર મળવાની શક્યતા વધી ગઈ છે ત્યારે આ અભિયાન સફળ રહ્યું તો ભવિષ્યની પેઢી પૃથ્વીથી દૂર બીજા ગ્રહ ઉપર જઈને વસવાટ કરી શકશે તે દિવસો હવે દૂર નથી.
આ પણ વાંચો:
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય
Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ










