UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર

  • India
  • September 4, 2025
  • 0 Comments

UP Accident: ઉત્તર પ્રદેશના ઇટાવામાં રુવાડા ઉભા કરી દેતો અકસ્માત સર્જાયો છે. ઇકદિલ પોલીસ સ્ટેશન વિસ્તારના પિલખાર ગામ પાસે બાઇક પર સવાર એક ગર્ભવતી મહિલા દવા લઈને પરત ફરી રહી હતી. ત્યારે તેને ઝડપી ડમ્પરે કચડી નાખી. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ. પેટ ફાટી જતાં ભ્રૂણ 5 ફૂટ દૂર પડ્યો. જ્યારે પિતા અને ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા. મહિલાના લગ્ન ત્રણ મહિના જ થયા હતા.

મહિલા બાઈક પર દવા લેવા જતી હતી

ગઈકાલે બુધવારે ભરથાણાના ભિલોના ગામના રહેવાસી ભૂપ સિંહ તેમની 22 વર્ષની પુત્રી સાધના અને પુત્ર દેવેશ સાથે ખાનગી હોસ્પિટલમાંથી દવા લઈને પરત ફરી રહ્યા હતા. પીલખાર ગામ નજીક હાઇવે પર મોપેડ બાઇક પહોંચતાની સાથે જ પાછળથી આવતા એક ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી. ટક્કર બાદ ત્રણેય રસ્તા પર પડી ગયા. આ દરમિયાન ડમ્પર ચાલકે સાધનાને કચડી નાખી  ફરાર થઈ ગયો. જેથી સાધનના ઉદરમાં રહેલો ત્રણ મહિલાનાથી વધુનો ગર્ભ પણ બહાર આવી 5 ફૂટ દૂર પડ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

નજરે જોનારા લોકોએ જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનો ગર્ભ રસ્તા પર પડી ગયો. ઘટના બાદ અફડાતફડી મચી ગઈ અને લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું. ઘાયલ પિતા રસ્તા પર રડતા રહ્યા. માહિતી મળતાં જ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને કબજે લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા.

ત્રણ મહિલા પહેલા જ મહિલા લગ્ન થયા હતા

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે મૃતક સાધનાના લગ્ન આ વર્ષે 13 મેના રોજ થયા હતા. તેનો પતિ સિન્ટુ મજૂર છે. તે રક્ષાબંધન પર તેના મામાના ઘરે આવી હતી અને ત્યારથી અહીં જ રહેતી હતી. જ્યાં ગઈકાલે તે અકસ્માતનો ભોગ બની હતી. બીજી તરફ, નેશનલ હાઇવે-19 પર અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સહિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે અને સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગુરુવારે સવારે કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.  અકસ્માતની માહિતી મળતાં જ એસડીએમ વિક્રમ રાઘવ અને કોટવાલી ઇન્ચાર્જ યશવંત સિંહ પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા હતા.

ગર્વવતી મહિલાનું મોત થતાં પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. બીજી બાજુ લોકોનો બેફામ નાસતાં ડમ્પરચાલકો સામે રોષ ભભૂક્યો છે.

આ પણ વાંચો:

UP Accident: હોળીની ઉજવણી કરે તે પહેલા જ 5 લોકોના મોત, વતને જતાં નડ્યો અકસ્માત

Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 કરોડનો નફો કેવી રીતે કર્યો?

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

Cancer Treatment: મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો, કેવી રીતે?

Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!

ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade

Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

Related Posts

Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?
  • September 4, 2025

Vantara: દેશમાં એક તરફ વોટ ચોરીનો મુદ્દો ઉછળ્યો છે. ત્યારે ગુજરાતમાં અંબાણીના ગુજરાતના જામનગર સ્થિત વનતારાની કામગીરીને લઈ સવાલો ઉભા થયા છે. જેની કામગીરીની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા…

Continue reading
Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!
  • September 4, 2025

Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે જેના કારણે લોકોને ખૂબ જ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

  • September 4, 2025
  • 11 views
Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

  • September 4, 2025
  • 13 views
Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

  • September 4, 2025
  • 6 views
Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

  • September 4, 2025
  • 31 views
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

  • September 4, 2025
  • 20 views
Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

  • September 4, 2025
  • 11 views
Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી