અમેરિકન કોર્ટે ચીનને ફટકાર્યો 24 અબજ ડોલરનો દંડ; કોરોના વાયરસના તથ્યો છૂપાવવાનો આરોપ

  • World
  • March 9, 2025
  • 0 Comments
  • અમેરિકન કોર્ટે ચીનને ફટકાર્યો 24 અબજ ડોલરનો દંડ; કોરોના વાયરસના તથ્યો છૂપાવવાનો આરોપ

દુનિયાભરમાં કરોડો લોકોના જીવ લેનારી કોવિડ મહામારી માટે અમેરિકાની ફેડરલ કોર્ટે ચીનને દોષિત ઠેરવ્યું છે. તે માટે ચીનને 24 અબજ ડોલરથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. ફેડરલ કોર્ટના જજે શુક્રવારે આ મામલે ચુકાદો આપતાં ચીનને કોવિડ મહામારીના તથ્યો છુપાવવા, વિશ્વને ગેરમાર્ગે દોરવા બદલ અને સુરક્ષાત્મક ઉપકરણોનો સંગ્રહ બદલ દોષિત ઠેરવ્યો છે.

ચીન પર 24 અબજ ડોલરથી વધુ દંડ

મિસૌરીના અધિકારી ચીનની સંપત્તિઓ જપ્ત કરી શકે છે. મહામારીના પ્રારંભિક દિવસોમાં એપ્રિલ, 2020માં મિસૌરી એટર્ની જનરલના કાર્યાલય દ્વારા દાખલ કેસમાં ચીનની સરકાર પર વાઈરસના ફેલાવા વિશે માહિતી છુપાવવા તેમજ વિશ્વના અન્ય હિસ્સામાંથી પર્સનલ કેર, પીપીઈ, સુરક્ષા ઉપકરણોનો સંગ્રહ કરી વિશ્વમાં પુરવઠાની અછત ઉભી કરવાનો આરોપ હતો.

આ મામલે ચીન તરફથી કોઈ રજૂઆત કે દલીલ કરવામાં આવી નથી. વોશિંગ્ટન સ્થિત ચીનના દૂતાવાસના અધિકારીઓએ આ મામલે કોઈ ટીપ્પણી આપી નથી. પોતાના ચુકાદામાં જજ સ્ટીફન એન. લિંબાધ જૂનિયરે જણાવ્યું હતું કે, ચીને કોવિડ-19 મહામારીના જોખમ પર વિશ્વને ગેરમાર્ગે દોર્યુ હતું. પીપીઈનો સંગ્રહ કરી એકાધિકારવાદી કાર્યવાહીઓ કરી હતી.

ચીનની કોવિડથી રક્ષણ આપતાં ઉપકરણોની જમાખોરીના કારણે અમેરિકામાં વાઈરસનો સામનો કરવા માટે મેડિકલ સર્વિસ પ્રોવાઈડર પાસે પર્યાપ્ત પુરવઠો રહ્યો ન હતો. નવો પુરવઠો ખરીદવો પણ મુશ્કેલ બન્યો હતો. મિસૌરીના પૂર્વ જિલ્લાની અમેરિકાની કોર્ટના જજ લિંબાધે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી, સ્થાનિક સરકાર, સહિત દેશની સ્વાસ્થ્ય એજન્સી અને એક રિસર્ચ સેન્ટર વિરૂદ્ધ આ ચુકાદો આપ્યો છે.

ચીને કોર્ટમાં હાજર થવાનો કર્યો ઈનકાર

મિસૌરીના એટર્ની જનરલ એન્ડ્રયુ બેલીએ જણાવ્યું કે, ચીને કોર્ટમાં હાજર થવાનો ઈનકાર કર્યો હતો. જો કે, તેની ગેરહાજરીથી તે વિશ્વ પર આવેલા અગણિત દુખ અને આર્થિક નુકસાનથી બચી શકશે નહીં. અમે ચીનની માલિકીની સંપત્તિઓ જપ્ત કરી દંડની રકમ વસૂલ કરીશું. 2020માં આ કેસ નોંધાયો હતો. તેના થોડા સમય બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કેસ નકામો છે, અને તેનો કાયદાકીય કોઈ આધાર નથી.

આ પણ વાંચો- છાતીમાં દુ:ખાવો ઉપડતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને કરાયા AIIMSમાં દાખલ

Related Posts

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
  • April 29, 2025

Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

Continue reading
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના