
Vadodara: વડોદરા ST ડેપો ખાતે એક મહિલા કર્મચારીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેણે ગાંધીનગર જઈ રહેલા એક પોલીસકર્મીને ટિકિટ આપવાનો ઇનકાર કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી. આ ઘટનાનો વીડિયો પોલીસકર્મીએ ઉતારીને વાયરલ કર્યો, જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ST ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી
મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં વોરંટની બજવણી માટે જઈ રહેલા પોલીસકર્મીએ ST ડેપોની ટિકિટ બારી પર ટિકિટ માટે અરજી કરી હતી. પોલીસકર્મીએ ફરજના ભાગરૂપે વોરંટની નકલ પણ રજૂ કરી, પરંતુ મહિલા કર્મચારીએ દાદાગીરી દાખવતા વોરંટ ફેંકીને પરત આપી દીધું અને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન, અન્ય મુસાફરોને ટિકિટ આપવામાં આવી રહી હતી, પરંતુ પોલીસકર્મીને જાણીજોઈને અવગણવામાં આવી હતી, જેના કારણે હોબાળો થયો હતો.
પોલીસકર્મીએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો
પોલીસકર્મીએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થયો. વીડિયોમાં મહિલા કર્મચારીનું અયોગ્ય વર્તન અને પોલીસકર્મી સાથેનો વિવાદ સ્પષ્ટ દેખાય છે. આ ઘટના દરમિયાન STના ઉપરી અધિકારીએ પણ પોલીસકર્મીનો વીડિયો ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Vadodara: ST ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી, અન્ય મુસાફરોને ટિકિટ આપી પણ પોલીસ કર્મીને ન આપી #vadodara #statetransport #transportation #busdepot #tickets #stbusstand #GSRTC #gsrtcbus #Bustickets #policeofficer #Gujarat #thegujaratreport pic.twitter.com/9oUDXwgQ1X
— The Gujarat Report (@TGujarat_Report) June 20, 2025
ST ડેપોની કામગીરી અને કર્મચારીઓના વર્તન પર ઉઠ્યા સવાલો
આ ઘટનાએ ST ડેપોની કામગીરી અને કર્મચારીઓના વર્તન પર સવાલો ઉભા કર્યા છે. જાહેર સેવાના સ્થળે આવી ગેરવર્તણૂકથી મુસાફરો અને ફરજ પરના અધિકારીઓમાં રોષ ફેલાયો છે. સૂત્રો અનુસાર, ગેરવર્તણૂક કરનાર મહિલા કર્મચારીને ટિકિટ બારી પરથી હટાવી દેવામાં આવી છે, અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:
chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી
બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી
વિદેશ જતા મુસાફરોને ઝટકો, Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ રદ કરી
અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!
Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ