Vadodara: ST ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી, અન્ય મુસાફરોને ટિકિટ આપી પણ પોલીસ કર્મીને ન આપી

Vadodara: વડોદરા ST ડેપો ખાતે એક મહિલા કર્મચારીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેણે ગાંધીનગર જઈ રહેલા એક પોલીસકર્મીને ટિકિટ આપવાનો ઇનકાર કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી. આ ઘટનાનો વીડિયો પોલીસકર્મીએ ઉતારીને વાયરલ કર્યો, જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ST ડેપોમાં મહિલા કર્મચારીની દાદાગીરી

મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં વોરંટની બજવણી માટે જઈ રહેલા પોલીસકર્મીએ ST ડેપોની ટિકિટ બારી પર ટિકિટ માટે અરજી કરી હતી. પોલીસકર્મીએ ફરજના ભાગરૂપે વોરંટની નકલ પણ રજૂ કરી, પરંતુ મહિલા કર્મચારીએ દાદાગીરી દાખવતા વોરંટ ફેંકીને પરત આપી દીધું અને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન, અન્ય મુસાફરોને ટિકિટ આપવામાં આવી રહી હતી, પરંતુ પોલીસકર્મીને જાણીજોઈને અવગણવામાં આવી હતી, જેના કારણે હોબાળો થયો હતો.

પોલીસકર્મીએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો

પોલીસકર્મીએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થયો. વીડિયોમાં મહિલા કર્મચારીનું અયોગ્ય વર્તન અને પોલીસકર્મી સાથેનો વિવાદ સ્પષ્ટ દેખાય છે. આ ઘટના દરમિયાન STના ઉપરી અધિકારીએ પણ પોલીસકર્મીનો વીડિયો ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ST ડેપોની કામગીરી અને કર્મચારીઓના વર્તન પર ઉઠ્યા સવાલો  

આ ઘટનાએ ST ડેપોની કામગીરી અને કર્મચારીઓના વર્તન પર સવાલો ઉભા કર્યા છે. જાહેર સેવાના સ્થળે આવી ગેરવર્તણૂકથી મુસાફરો અને ફરજ પરના અધિકારીઓમાં રોષ ફેલાયો છે. સૂત્રો અનુસાર, ગેરવર્તણૂક કરનાર મહિલા કર્મચારીને ટિકિટ બારી પરથી હટાવી દેવામાં આવી છે, અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:

chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

શું Sonam Raghuvanshi છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

વિદેશ જતા મુસાફરોને ઝટકો, Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ રદ કરી

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ, જાણો મેચ કેટલા વાગે શરુ થશે?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ

  • Related Posts

    Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ
    • September 27, 2026

    Makarba Prahladnagar Bridge Traffic Jam: અમદાવાદના પ્રહલાદનગર અને મકરબાને જોડતા નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ બાદ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રોજેક્ટ પાછળ આશરે ₹98.60 કરોડનો ખર્ચ થયો…

    Continue reading
    Political Donation Scam Ahmedabad: અમદાવાદમાં કાગળ પરના રાજકીય પક્ષોનો કથિત ખેલ, ₹723.76 કરોડના બોગસ ડોનેશનનો પર્દાફાશ
    • September 27, 2026

    Political Donation Scam Ahmedabad: સામાન્ય રીતે રાજકીય પક્ષ એટલે કાર્યકર્તાઓ, ચૂંટણી પ્રચાર, સંગઠન, ઓફિસ અને લોકો સાથે સતત સંપર્ક. પરંતુ અમદાવાદમાં સામે આવેલા બે અલગ કેસોએ એવા રાજકીય પક્ષોના કથિત…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Indian Political Accountability: દેશ સાથે Forgery થઈ છે, જેના માટે કોઈ છૂટછાટ (Immunity) નથી હોતી

    • September 27, 2026
    • 2 views
    Indian Political Accountability: દેશ સાથે Forgery થઈ છે, જેના માટે કોઈ છૂટછાટ (Immunity) નથી હોતી

    Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ

    • September 27, 2026
    • 1 views
    Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ

    Political Donation Scam Ahmedabad: અમદાવાદમાં કાગળ પરના રાજકીય પક્ષોનો કથિત ખેલ, ₹723.76 કરોડના બોગસ ડોનેશનનો પર્દાફાશ

    • September 27, 2026
    • 3 views
    Political Donation Scam Ahmedabad: અમદાવાદમાં કાગળ પરના રાજકીય પક્ષોનો કથિત ખેલ, ₹723.76 કરોડના બોગસ ડોનેશનનો પર્દાફાશ

    Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

    • September 26, 2026
    • 3 views
    Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

    Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

    • September 26, 2026
    • 5 views
    Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

    Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

    • September 26, 2026
    • 5 views
    Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત