
Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા રોહિયાળ તલાટ ગામમાં એક કરુણ ઘટના ઘટી છે. અહીં આવેલા પાંડવ કુંડમાં વાપીની એક કોલેજના 4 વિદ્યાર્થીઓના ડૂબી જતા તેમના કરુણ મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને લઈ પરિવાર અને વિદ્યાર્થીઓમાં ગમગીનતાનો માહોલ છે. ઘટનાને લઈ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ગત રોજ બની હતી.
મળતી માહિતી અનુસાર વાપીની KBS કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓ બે રિક્ષામાં રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવકુંડ ફરવા ગયા હતા. 8 વિદ્યાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થિનીઓ હતી. યુવક યુવતીઓનું ગ્રુપ ત્યાં પહોંચી તેમાંથી 4 વિદ્યાર્થીઓ અને એક રિક્ષા ચાલક આ પાંડવકુંડમાં ન્હાવા પડ્યા હતા.
પણ પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબી ગયા હતા. વિદ્યાર્થીઓ ડૂબતાં અન્ચ વિદ્યાર્થીઓ તેમને બચાવવા અંદર પડ્યા હતા. બુમાબુમ કરતા સ્થાનિક લોકો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો હતો. જ્યારે કુંડમાં ડૂબેલા 5 લોકોને તાત્કાલિક સારવાર માટે કપરાડાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમાંથી 4 વિદ્યાર્થીઓનું મોત થયું છે. જ્યારે રિક્ષાચાલકનો બચાવ થયો હતો. હાલ કપરાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભોગ બનનારના નામ
ધનંજય લીલાધર ભોંગરે
આલોક પ્રદીપ શાહે
અનિકેત સંજીવ સીંગ
લક્ષ્મણપુરી અનિલપુરી ગોસ્વામી(તમામ રહે. દમણ)
આ પણ વાંચો:Gujarat Budget Session 2025: આજથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગાંધીનગરમાં ચાંપતો બંદોબસ્ત