વિરાટ કોહલી 1 રને આઉટ થતાં બાળકીને હાર્ટ એટેક? શું છે સચ્ચાઈ! |UP Heart attack

  • India
  • March 12, 2025
  • 0 Comments

UP Heart attack: રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની શાનદાર જીતને કારણે આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો હતો, ત્યારે ઉત્તરપ્રદેશના દેવરિયામાં એક દુ:ખદ ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક 14 વર્ષની છોકરી તેના પરિવાર સાથે ઉત્સાહથી મેચ જોઈ રહી હતી. તે દરમિયાન વિરાટ કોહલી એક રન પર આઉટ થતાં જ છોકરીને એટલો આઘાત લાગ્યો કે તે બેભાન થઈ ગઈ હતી અને મોતને ભેટી હતી. ડોક્ટરોએ કહ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે. આ બાદ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતોો.

મેચના દિવસે શું થયું?

મૃતક બાળકીનું નામ પ્રિયાંશી પાંડે છે. મૃતક 14 વર્ષ બાળકી તે દેવરિયાના એડવોકેટ અજય પાંડેની પુત્રી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 8મા ધોરણમાં ભણતી પ્રિયાંશી રવિવારે તેના પરિવાર સાથે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જોઈ રહી હતી. ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પડતાની સાથે બાળકી ચિંતત થઈ ગઈ હતી. વિરાટ કોહલી 1 રન પર આઉટ થયા પછી તરત જ પ્રિયાંશી આઘાતમાં સરી પડી અને બેભાન થઈને પડી ગઈ હતી. હોસ્પિટલ લઈ જતાં જ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.

શું મેચ જોયા પછી છોકરી ચોંકી ગઈ?

છોકરીના પિતા અજય પાંડેએ જણાવ્યું કે પહેલી ઇનિંગની મેચ જોયા પછી, તે બજારમાં ગયા હતા. બીજી ઇનિંગ શરૂ થતાં જ તેમની પુત્રી પણ મેચ જોવા લાગી હતી. ત્યારે તે અચનાક જ બેભાન થઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ તરત જ તેને ફોન કરતાં પાછો આવ્યો હતો અને દિકરીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા હોસ્પિટલના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. જોકે પરિવાર પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર ઘરે લઈને આવી ગયો હતો અને અંગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા.

બાળકીના પિતાએ કહ્યું મેચ જોયા પછી કોઈને આઘાત લાગી શકે છે અથવા તેનું મૃત્યુ થઈ શકે છે તે સાચું નથી. પિતાને લાગતું નથી કે તેનું મૃત્યુ મેચ જોવાને કારણે થયું છે. જ્યારે આ ઘટના બની, ત્યારે ભારતની એક પણ વિકેટ પડી ન હતી. ત્યાંરે સુધી વિરાટ કોહલી ક્રીઝ પર પણ પહોંચ્યો ન હતો.

છોકરીનું મૃત્યુ માત્ર એક સંયોગ છે – પાડોશી

અમિત ચંદ્ર નામના પાડોશીએ જણાવ્યું કે ઘટના સમયે તે પ્રિયાંશીના ઘરની બહાર હતો. તેણે આખી ઘટના પોતાની આંખોથી જોઈ હતી. તે કહે છે કે જ્યારે પ્રિયાંશીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે ટીમ ઈન્ડિયા ખરાબ પ્રદર્શન કરી રહી ન હતી. ખરાબ પ્રદર્શન જેવું કંઈ નહોતું. તે છોકરીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું તે માત્ર એક સંયોગ છે.

આપ પણ વાંચોઃ યુક્રેન યુધ્ધવિરામ માટે તૈયાર, શું રશિયા રાજી થશે?, ટ્રમ્પ કરશે બેઠક |Ukraine-Russia ceasefire

આ પણ વાંચોઃ અમદાવાદમાં સાગમટે 1543 પોલીસકર્મીની બદલી, જુઓ યાદી

આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 2 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 11 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 16 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ