Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં આવતી કાલે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં હાલ રાજકારણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. આક્ષેપ- પ્રતિઆક્ષેપની રાજનિતી બાદ હવે એક બીજાની પોલ પણ ખોલવામાં આવી રહી છે. ગઈ કાલે વિસાવદરના આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ બે સ્ટીંગ ઓપરેશન કર્યા હતા જેમાં એકમાં આપના કાર્યકરોને પૈસાથી ખરીદવા અને દારુના જથ્થાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપ કોંગ્રેસ તેને આપની ગંદી રાજનિતીનો ભાગ ગણાવી રહ્યું છે તેવામા કડી અને વિસાવદરમાં કોનું પલડું ભારે છે તેને લઈને ધ ગુજરાત રિપોર્ટના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃતમાં માહિતી આપી હતી.

કડીમાં કમઠાણ 

કડીની વાત કરવામાં આવે તો કડીમાં ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ વિરુદ્ધ ફેસબુકમાં પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નીતિન પટેલના કથિત 25,000 કરોડના કૌભાંડની અરજી સાથે પોસ્ટ મુકી હતી. ત્યારે બળદેવજી ઠાકોરને નીતિન પટેલે પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, મારી પાસે નામ સાથે પુરાવાઓ છે, બળદેવજી જો મને ચેલેન્જ કરશે તો પુરાવા રજૂ કરીશ. આમ કડીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનિતી ચાલી રહી છે.

 વિસાવદરમાં વિવાદ 

વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. વિસાવદરમાં ચૂંટણી જીતવા માટે સામ દામ દંડ ભેદની નીતિ આપનાવવામાં આવી રહી છે. જેમાં મતદારો તેમજ વિપક્ષના કાર્યકરોને લલચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલે આપ દ્વારા તેનો પર્દાફાશ કરવામા આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ગઈ કાલે આપ નેતા ગોપાલ ઈટાલિયા અને પ્રવિણ રામ દ્વારા જ બે સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા તે મામલે પ્રવિણ રામને પોલીસ ઉઠાવી ગઈ હતી. આમ વિસાવદરમાં આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ભાજપ અને કોંગ્રેસ પર હાવી થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો કે, અંતે કોણ બાજી મારે છે તે તો પરિણામ આવે ત્યારે જ ખબર પડશે…

આ પણ વાંચો:

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?

Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Related Posts

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?
  • February 1, 2026

BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે…

Continue reading
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો
  • January 31, 2026

Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે,પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન પોતાના ખેતરોમાં નાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?