
ગુજરાતનો વિકાસ અને રોજગારીનું મોડલ જેટલું દેખાય છે તેટલું રંગેચંગે વાળુ નથી. દરેક સ્તરે માત્ર સરકાર વિકાસના બણગાં ફૂકી રહી છે. ગુજરાતમાં યુવાનો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. સરકાર માત્ર વાતો અને વાયદાઓ કરી પોતાના કામ કરી રહી છે. મોટાભાગના સરકારી વિભાગોમાં કરાર આધારિત લોકોની પસંદગી કરીને નોકરી પર રાખવામાં આવે છે. દરેક ખાતામાં સાવ ઓછો પગારે કરાર આધારિત માણસો રાખીને તેમનું શોષણ કરવાનું કામ સરકાર કરી રહી છે. ટીઆરબી જવાનોને માત્ર સરકાર માસિક પગાર 8,100 રુપિયા આપી રહી છે. જે પેટ્રોલ અને પોતાનો ખર્ચ પણ ન નીકળે તેટલો પગાર એક વ્યક્તિને ચૂકવે છે અને તેમાં તેણે સમગ્ર પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે. અંદાજે 5 લાખથી વધારે કરાર આધારિત કર્મચારીઓ હશે અને તેમના પરિવાર સાથે સરકાર હડહડતો અન્યાય કરી રહી છે અને પાંચથી દસ હજાર જેવો સામાન્ય પગાર આપીને સરકાર લાંચ લેવા અને ખોટા કામ કરવા મજબૂર કરી રહી છે.
સરકાર નોકરીઓ અને પગાર આપવાની બાબતમાં લાયકાત ધરાવાતાં લોકો સાથે મજાક કરી છે. આ જ મામલે ‘ધ ગુજરાત રિપોર્ટ’માં ફાઉન્ડર અને એડિટર Mayur Janiએ શું કરી વિસૃત કરી ચર્ચા. જુઓ આ EXCLUSIVE VIDEO.