કેમ સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 24500 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ ફટકારી?

  • India
  • March 5, 2025
  • 0 Comments
  • કેમ સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 24500 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ ફટકારી

ઓઇલ ઍન્ડ નેચરલ ગેસ કૉર્પોરેશન(ઓએનજીસી)ના બ્લોકમાંથી ગેસ ઉત્પાદિત કરવા બદલ કેન્દ્ર સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BP Plc સહિત તેના પાર્ટનર્સને 2.81 અબજ ડૉલર(રૂ. 24500 કરોડ)ની ડિમાન્ડ નોટિસ ફટકારી છે.

આ પગલું દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવેલા 14 ફેબ્રુઆરીના ચુકાદાને અનુસરીને લેવામાં આવ્યું છે, હાઇકોર્ટે રિલાયન્સ અને તેના પાર્ટનર્સને જવાબદારીમાંથી મુક્તિ આપનારા અગાઉના આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના નિર્ણયને ઉલટાવી વળતરની માગ કરતો આદેશ આપ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે કોર્ટના ચુકાદાને આધીન પીએસસી કોન્ટ્રાક્ટર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બીપી એક્સપ્લોરેશન (આલ્ફા) લિ. અને નિકો (NECO) લિ. પાસે 2.81 અબજ ડૉલરનું વળતર ચૂકવવાની માગ કરતી ડિમાન્ડ નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો- ડેટા સંરક્ષણ કાયદાની આડમાં મોદી સરકાર ‘લંગડો’ કરી રહી છે RTI એક્ટ

ઓએનજીસીને શંકા હતી કે તેના KG-DWN-98/2 (KG-D5) અને G-4 બ્લોકમાંથી નેચરલ ગેસ રિલાયન્સના કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં KG-DWN-98/3 (KG-D6) બ્લોકમાં માઇગ્રેટ થઈ રહ્યો છે. ઓએનજીસીએ દાવો કર્યો હતો કે બ્લોકની સીમા પર રિલાયન્સ દ્વારા ખોદવામાં આવેલા ચાર કૂવાઓ તેનો ગેસ ભંડાર માઇગ્રેટ કરી રહ્યા છે.

ઓએનજીસીની ફરિયાદ બાદ વૈશ્વિક સલાહકાર ડીગોલિયર અને મેકનોટન (D&M) દ્વારા એક સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, 2015માં બે બ્લોક વચ્ચે જોડાણ છે અને ગેસ સ્થળાંતરના જથ્થાનું પ્રમાણ પણ નક્કી કર્યું હતું. જેથી સરકારે હસ્તક્ષેપ કરીને રિલાયન્સ અને તેના પાર્ટનર્સને વળતર આપવા ફરજ પાડી છે.

કૃષ્ણા ગોદાવરી બેસિન બ્લોક KG-DWN-98/3 (KG-D6)માં રિલાયન્સ 60 ટકા, જ્યારે બીપી 30 ટકા અને નિકો 10 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીઓ પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ હેઠળ નેચરલ ગેસનું ઉત્પાદન કરે છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ 2023માં અપીલ કરી આ અંગે ફરિયાદ કરી હતી. રિલાયન્સે અગાઉ જણાવ્યું હતું કે, તે આ મામલે દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

આ પણ વાંચો- વરૂણ ચક્રવર્તીએ 143 બોલરોને પાછળ છોડ્યા, ICC રેન્કિંગમાં કેપ્ટન રોહિતને નુકશાન; વિરાટ-અક્ષર પટેલને ફાયદો

Related Posts

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી
  • August 7, 2025

Donald Trump on Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ સાથે,…

Continue reading
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં
  • August 6, 2025

UP: ઉત્તર પ્રદેશના આગ્રામાં 30 વર્ષીય એન્જિનિયર રોહિત કુમારે એક હોટલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક પેન ડ્રાઇવ અને એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 5 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 6 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 11 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 18 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા