એલોન મસ્ક કેમ હાઈ-પ્રોફાઇલ કાર્યક્રમોમાં પણ બાળકોને સાથે લઈ જાય છે?

  • એલોન મસ્ક કેમ હાઈ-પ્રોફાઇલ કાર્યક્રમોમાં પણ બાળકોને સાથે લઈ જાય છે?

એલોન મસ્કના બાળકો એવી જગ્યાએ ગયા છે જ્યાં ઘણા લોકો ક્યારેય પહોંચી શકશે નહીં.

વિદેશી નેતાઓ સાથેની બેઠકોથી લઈને સ્પેસએક્સના લોન્ચના કંટ્રોલ રૂમ સુધી મસ્કના બાળકો ટેકનોલોજી વ્યવસાય અને હવે રાજકીય ક્ષેત્રોમાં તેમના પિતા સાથે વારંવાર જોવા મળે છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક અબજોપતિ અને ટેસ્લાના સહ-સ્થાપકને નવા સરકારી વિભાગ, DOGE (સરકારી કાર્યક્ષમતા વિભાગ)નું નેતૃત્વ સોંપ્યું ત્યારથી મસ્કના બાળકો દેશની રાજધાનીમાં વારંવાર જોવા મળે છે.

બુધવારે મસ્કનો 4 વર્ષનો પુત્ર ‘લિટલ એક્સ’ ઓવલ ઓફિસમાં રિઝોલ્યુટ ડેસ્કના એક ખૂણામાં કોલર્ડ શર્ટ અને કોટ પહેરેલો જોવા મળ્યો હતો.

ગુરુવારે જ્યારે મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેકનોલોજી અને નવીનતા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે ‘લિટલ એક્સ’ અને તેમના બે અન્ય ભાઈ-બહેનોએ ભારતીય વડાપ્રધાન સાથે ભેટોની આપ-લે કરી હતી.

અમેરિકામાં ટ્રમ્પ વહીવટનો ભાગ બનતા પહેલા પણ મસ્ક ઘણીવાર તેમના બાળકો સાથે જોવા મળ્યા છે.

જેમ કે તુર્કીના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત સહિત ઓશવિટ્ઝ કોન્સન્ટ્રેશન કેમ્પમાં એક સ્મારક સેવા દરમિયાન અને ટાઇમ મેગેઝિનના 2021માં મસ્કને પર્સન ઓફ ધ યર તરીકે નામાંકિત કરવાના સમારોહમાં બધાનું ધ્યાન ખેંચ્યુ હતું..

પણ મસ્ક પોતાના બાળકો સાથે આટલા મહત્વપૂર્ણ સ્થળોએ કેમ જાય છે?

અમેરિકન યુનિવર્સિટીના પબ્લિક કોમ્યુનિકેશનના પ્રોફેસર કર્ટ બ્રેડોક કહે છે, “ઘણા જાહેર કાર્યક્રમોમાં બાળકોને સામેલ કરવા એ રાજકારણીઓનું એક રાજકીય પગલું છે જેથી તેઓ થોડા વધુ મિલનસાર દેખાય અને લોકોની નજરમાં વધુ માનવીય દેખાય.”

તેમ છતાં બ્રેડડોક માને છે કે મસ્કનો તેમના નાના પુત્રને ઓવલ ઓફિસમાં લઈ જવાનો નિર્ણય અસામાન્ય હતો.

ત્રીસ મિનિટની પ્રેસ બ્રીફિંગ દરમિયાન ‘લિટલ એક્સ’ કંટાળેલો દેખાઈ રહ્યો હતો. તે તેના પિતાની નકલ કરતો જોવા મળ્યો હતો, ક્યારેક તે જમીન પર બેસી જતો હતો અને વચ્ચે તે યુએસ રાષ્ટ્રપતિ તરફ જોઈને હસતો જોવા મળ્યો હતો. એક સમયે એવું લાગ્યું કે તેણે રૂમમાં કોઈને મોં બંધ રાખવા કહ્યું હતું.

આ પણ વાંચો-સરકારની રાજ્યને ટીબી મુક્ત કરવાના દાવાની નિકળી ગઈ હવા; 45 દિવસમાં જ નોંધાયા 15748 કેસ

બ્રેડડોકે કહ્યું કે તેમનું માનવું છે કે આ જાહેર કાર્યક્રમોમાં બાળકોને જાણી જોઈને સામેલ કરવામાં આવ્યા હતા. આ એક એવું ધ્યાન ભંગ કરનારું કાર્ય છે જે મસ્ક અને ટ્રમ્પ બંને માટે ફાયદાકારક છે.

તેમણે કહ્યું, “મને લાગે છે કે આની પાછળ એક રણનીતિ છે. આના દ્વારા કેટલીક બાબતો તરફ ધ્યાન દોરવાનો અને અન્ય બાબતો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”

જોન હેબર એક વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર સલાહકાર છે. તેમણે પાંચ રાષ્ટ્રપતિ પ્રચાર અભિયાનોમાં કામ કર્યું છે અને હાર્વર્ડમાં શિક્ષણ આપે છે.

તેમનું કહેવું છે કે મસ્કના બાળકોના વારંવાર દેખાવા અને તેને વાયરલ બનાવવી ટ્રમ્પના ફાયદા માટે કામ કરી રહી છે.

“ટ્રમ્પ માટે શક્ય તેટલી અરાજકતા કે હંગામો મચાવવાનું કામ કરે છે,” હેબરે કહ્યું. “તે ખરેખર તેમના તરફ ઓછું ધ્યાન ખેંચે છે.”

હૈબરે કહ્યું કે, ટ્રમ્પ માટે તે કારગર સાબિત થશે કે વધારેમાં વધારે મસ્તી અથવા તોફાન કરતાં દેખાય. તેનાથી બાળક ઉપર વધારે અને તેમના ઉપર ઓછું ધ્યાન આપવામાં આવશે.

મસ્કની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને ‘લિટલ એક્સ’ ની માતા ગ્રીમ્સે ઓવલ ઓફિસમાં તેના પુત્રની હાજરીની ટીકા કરી છે.

તેણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “તેણે આ રીતે જાહેરમાં ન હોવું જોઈએ. પણ મને ખુશી છે કે આ સમય દરમિયાન તે નમ્ર હતો,” .

2022માં ગ્રીમ્સે વેનિટી ફેર માટે એક લેખમાં લખ્યું હતું કે તેણીને તેના પુત્રને સ્પોટલાઇટમાં જોવાનું પસંદ નથી.

તેમણે લખ્યું, પરિવાર સાથે જે કંઈ પણ થઈ રહ્યું હોય પરંતુ મને લાગે છે કે બાળકોને આનાથી દૂર રાખવા જોઈએ અને એક્સ બસ ત્યાં છે. મારો અર્થ તે છે કે મને લાગે છે કે અસલમાં તેને પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં દેખવામાં આવી રહ્યો છે અને તેને દરેક જગ્યાએ લઈ રહ્યા છે. એક્સ ત્યાં છે. તેની સ્થિતિ કંઈક એવી જ છે. પરંતુ હાં. મને ખ્યાલ નથી.

મસ્ક અને તેમના બાળકો

રાજનીતિમાં આવ્યા પહેલા મસ્કે તેમના બાળકોને સાથે લઈને ચાલવાનું શરૂ કરી દીધું હતું.

એક દશકા પહેલા જ્યારે તેઓ પોતાની ઓળખ બનાવી રહ્યા હતા અને પોતાના ઈલેક્ટ્રીક વાહન બનાવનારી કંપની ટેસ્લા તરફ ધ્યાન ખેંચવા માટે ઉત્સુક હતા, તે સમયે પણ મસ્કના બાળકો અનેક કાર્યક્રમો જોવા મળતા હતા. તે એક સામાન્ય બાબત બની ગઈ હતી. કેમ કે તેઓ મોટા ભાગે દરેક કાર્યક્રમમાં સાથે જ રહેતા હતા.

વર્ષ 2015માં જ્યારે વિશ્લેષક અને રિપોર્ટર સિલિકોન વેલીમાં ટેસ્લાનો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા, તે સમયે મસ્કના પાંચ બાળકોને કંપની પરિસરમાં એક-બીજા પાછળ ભાગતા, હસ્તા અને મસ્તી કરતાં દેખવામાં આવ્યા હતા.

ત્યાં હાજર લોકો કલાકોથી રાહ જોવા માટે મજબૂર બન્યા હતા પરંતુ મસ્કના બાળકોની ઉપસ્થિતિથી આરામદાયક અને ખુશીભર્યો માહોલ બની ગયો હતો.

આ સામાન્ય રીતે તે કંપનીઓના તે કડક અને ઔપચારિક કાર્યક્રમોમાં આયોજનથી એકદમ અલગ હતું, જ્યાં કોઈ સંસ્થાપકોના બાળકોનું દેખાવું એક અજીબ વાત ગણાતી હતી.

મસ્કના ત્રણ અલગ-અલગ મહિલા પાર્ટનરોથી 12 બાળકો છે.

તેમના જે બાળકો સાર્વજનિક જગ્યાઓ પર દેખાય છે, તેમાં એક્સ, એઈ, એ-12 અને લિટિલ એક્સ છે.

પોતાના ચાર વર્ષના બાળકને મસ્ક પોતે ભાવનાત્મક સપોર્ટ આપનાર ગણાવી ચૂક્યા છે.

મસ્કનું જીવનચરિત્ર લખનાર વોલ્ટર ઈસાકસને ‘ધ ડાયરી ઓફ એ સીઈઓ’ પોડકાસ્ટમાં કહ્યું કે, મસ્ક પોતાના બાળકો માટે ખુબ જ ગંભીરપૂર્વક અને ઉંડાણપૂર્વક પ્રતિબદ્ધ છે. તે તેમના માટે લગભગ જનૂની છે.

ઈસાકસનએ કહ્યું, પોતાના બાળકો, પોતાની પ્રેમિકાઓ, પત્નીઓ માટે તેઓ જે કંઈ પણ કરે છે તે ડૂબી (પ્રેમ પૂર્વક)ને કરે છે.

તેમનું કહેવું છે કે, તેઓ હંમેશા પોતાના બાળકોને પોતાની આસ-પાસ રાખવાનું પસંદ કરે છે. તેમણે હંમેશા એક સાથી રાખવો પસંદ છે પરંતુ તેનો અર્થ તે નથી કે તેમને શાંતિ પસંદ નથી.

આ પણ વાંચો-ગુજરાતમાં દર વર્ષે નોંધાઈ રહ્યા છે 71,500થી વધુ કેન્સરના નવા કેસ; બાળકોમાં વધી રહ્યું છે કેસનું પ્રમાણ

Related Posts

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!
  • March 23, 2026

Tata: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવરામભાઈ વાલા (દેવરામ કાકા) હાલમાં ટાટા કેમિકલ્સ લિમિટેડ (મીઠાપુર) વિરુદ્ધ ઉપવાસ આંદોલન પર ઉતર્યા બાદ તેઓને બળજબરી પૂર્વક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ અને તેમનું ઉપવાસ…

Continue reading
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!
  • March 23, 2026

Rich Temples: ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક મંદિરો પાસે અંદાજે ₹૯ લાખ કરોડથી વધુની સંપત્તિ છે. ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ-૨૦૨૬ અને વિવિધ અહેવાલો મુજબ, આ સંપત્તિ સોનાના ભંડાર, હીરા-ઝવેરાત, જમીન અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 2 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 11 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 16 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ