ભાજપ બંધારણમાંથી Socialist અને Secular શબ્દોને હટાવવવા કેમ માગે છે?

ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર બંધારણની પ્રસ્તાવનામાંથી “સમાજવાદી” (Socialist) અને “ધર્મનિરપેક્ષ” (Secular) શબ્દોને હટાવવાની સતત માગ કરી રહી છે. આ મુદ્દે સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને BJPના કેટલાક નેતાઓના નિવેદનો આપતાં રહે છે. આ શબ્દો 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા ઇન્દિરા ગાંધી સરકારે બંધારણની પ્રસ્તાવનામાં ઉમેર્યા હતા.

BJP અને RSSના કેટલાક નેતાઓએ “સમાજવાદી” અને “ધર્મનિરપેક્ષ” શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાંથી હટાવવાની હિમાયત કરી છે, દલીલ કરીને કે આ શબ્દો મૂળ બંધારણનો ભાગ ન હતા અને ઇમરજન્સી દરમિયાન ઉમેરાયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “ધર્મનિરપેક્ષતા” બંધારણની મૂળ રચનાનો હિસ્સો છે. BJPનું સત્તાવાર વલણ એ છે કે તેઓ બંધારણમાં ફેરફાર નહીં કરે, પરંતુ વિપક્ષ આ મુદ્દે સતત સરકારની નીયત પર સવાલ ઉઠાવે છે.

ભાજપ પર મતદારો ખતમ કરવાનો આરોપ

બીજી તરફ હવે બિહારમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે એક મહિના પહેલા જ ભારતનું ચૂંટણી પંચ (ECI) નિયમિત અંતરે મતદાર યાદીઓનું સુધારણા કરવા તૈયારી કરી છે. ઈલેક્શન કમિશનનું કહેવું છે કે દરેક યોગ્ય નાગરિકનું નામ યાદીમાં શામેલ થાય અને બિનજરૂરી અથવા ખોટા નામો દૂર થાય. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે વિશેષ ગહન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ 1 જુલાઈ, 2025થી શરૂ થવાની છે, જેમાં ઘરે-ઘરે ચકાસણી અને યોગ્ય મતદારોની ઓળખનો સમાવેશ થાય છે.

જોકે ઈલેક્શન કરમિશનનના આ નિર્ણય સામે પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ ઈલેક્શન કમિશન મતદારોની ખરાઈ કરવાનું છે. જેમાં મતદારોને પુરાવા આપવા પડશે. આવું થશે ઘણા મતદારો મતદાન કરી શકશે નહીં. ભાજપ સરકાર પર મતદારો ખતમ કરવાનો આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જેનો વિપક્ષ અને લોકો વિરોધ કરી રહ્યા છે.

વિપક્ષી પક્ષો (ખાસ કરીને RJD, કોંગ્રેસ અને મહાગઠબંધનના અન્ય પક્ષો) નો આરોપ છે કે ચૂંટણી પંચે 2003 પછી નોંધાયેલા મતદારો પાસેથી નાગરિકતાના પુરાવા માંગ્યા છે. આને તેઓ “ખફી NRC” (નાગરિકતા રજિસ્ટરની ગુપ્ત પ્રક્રિયા) તરીકે ગણાવે છે.
આવી માંગ ખાસ કરીને લઘુમતી સમુદાયો (જેમ કે મુસ્લિમ અને નબળા વર્ગો) ને નિશાન બનાવવાનો પ્રયાસ હોઈ શકે, જે વિપક્ષના મતદાર આધારને અસર કરી શકે.

રાજકીય કારસો

બિહારમાં NDA (ભાજપ અને જેડીયુ) અને મહાગઠબંધન વચ્ચે તીવ્ર રાજકીય સ્પર્ધા છે. વિપક્ષનું માનવું છે કે આ ઝુંબેશ NDAના રાજકીય હિતોને અનુકૂળ થવા માટે હાથ ધરવામાં આવી છે, જેમાં વિપક્ષના મતદાર આધાર (ખાસ કરીને લઘુમતી અને ગરીબ વર્ગ) ને નબળો પાડવાનો પ્રયાસ થઈ શકે.

આ ઝુંબેશને 2025ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ફાયદો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

ત્યારે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં.

આ પણ વાંચો:
 

 

Related Posts

MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading
Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
  • October 13, 2025

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 2 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!