
- કેમ શિક્ષણ વિભાગ શાળા સહાયકોની નિમણૂક કરવાની જવાબદારી ઉઠાવી રહ્યુ નથી?
- લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે
- નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના અપાશે
ગુજરાતમાં સરકારી શાળાઓનું શિક્ષણ અધોગતિ તરફ પ્રયાણ કરતા હોવાના આક્ષેપ પાછલા ઘણા સમયથી લાગી રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી સરકારી શાળાઓના શિક્ષણ ખરેખર પતન ધરફ ધકેલાય શકે છે. ગુજરાત શિક્ષણ વિભાગે શાળા સહાયકોની નિમણૂકની જવાબદારી ખાનગી એજન્સીઓને આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી યોગ્ય ઉમેદવાર અને ભ્રષ્ટાચાર થવાનો ભય ઉભો થયો છે. તેથી જો ખાનગી એજન્સીઓ જરાપણ ઢિલ રાખે છે તો તેની નકારાત્મક અસર સીધી શિક્ષણ ઉપર જ પડશે.
ગરીબ-મધ્યમ વર્ગના લોકોના છોકરાઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં હોય છે. આ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલો નિર્ણય ગરીબ વર્ગના લોકોના શિક્ષણ ઉપર ખુબ જ મોટી અસર કરી શકે છે. આર્થિક રીતે સદ્ધર લોકો પોતાના બાળખોને ઉંચી ફી ભરીને ખાનગી શાળામાં ભણાવે છે. પરંતુ ગરીબ વ્યક્તિ પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે સરકારી શાળાઓ ઉપર જ નિર્ભરતા રાખે છે. તેથી અંતે શિક્ષણમાં પણ કોઈને નુકશાન થશે તો તે ગુજરાતના સામાન્યજન જ છે. તે પોતાના છોકરાઓને ભણાવી-ગણાવીને આર્થિક રીતે સદ્ધર કરવા માંગે છે પરંતુ શિક્ષણને લઈને બદલાતા રહેતા અવનવા નિયમો ગરીબ વર્ગને વ્યવસ્થિત રીતે ભણવા દે તેવું લાગી રહ્યું નથી. ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો મૂકવાની નિરસ નીતિને એક પગલું આગળ ધપાવી છે. હવે ગુજરાત સરકાર એજન્સી દ્વારા શિક્ષકો આઉટસોર્સ કરશે. શિક્ષકોની નિમણૂક કરવાનો પણ સરકાર પાસે સમય નથી. ગુજરાતમાં વિકાસ એટલો બધો થઈ રહ્યો છે કે, હવે સરકારે શાળા સહાયકોની નિમણૂક કરવા માટે ખાનગી એજન્સીઓને કહેવું પડ્યું છે. ગ્રેજ્યુએટ+B.Ed ની લાયકાત ધરાવનાર શિક્ષક બની શકશે. જેમને 21 હજાર રૂપિયા મહેનતાણું આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના નવા ઠરાવ અનુસાર, પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહિવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે છે. આ સાથે વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધિન ‘શાળા સહાયક’ આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.
આ કામગીરીમાં શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે. એજન્સી દ્વારા ફાળવવામાં આવેલાં ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને તે ક્લસ્ટરના સીઆરસી (CRC) મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે. છૂટા કરેલા શાળાસહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર-કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે. આ શિક્ષકોને 21,000 પગાર અને 11 માસ નો કરાર હશે.
આ પણ વાંચો-બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ વર્ષે લગ્ન કરશે? કર્યો ખુલાસો! |Dhirendra Shastri