મનમોહન સિંહ ઇતિહાસમાં કેમ સારી રીતે અમર રહેશે?

  • મનમોહન સિંહ ઇતિહાસમાં કેમ સારી રીતે અમર રહેશે?

પ્રો. હેમંતકુમાર શાહ; 1991માં નાણાં પ્રધાન થતાં પહેલાં મનમોહનસિંહે નરસિંહરાવ સમક્ષ બે શરતો મૂકેલી એમ કેટલાક જાણકારો કહે છે.

(૧) જ્યાં સુધી તમે વડા પ્રધાનપદે રહો ત્યાં સુધી હું નાણાં પ્રધાન રહું જ. મને વચ્ચે ગમે ત્યારે કાઢી મૂકવાનો નહિ.
(૨) કોંગ્રેસ પક્ષ માટે નાણાં એકત્ર કરવાનું કામ મારું નહિ.

પ્રથમ નાણાં પ્રધાન તરીકે અને પછી વડા પ્રધાન તરીકે મનમોહનસિંહ દ્વારા જે નીતિવિષયક પગલાં લેવાયાં તેને પરિણામે મનમોહનસિંહ ભારતના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં અમર થઈ ગયા છે. આ પગલાં નીચે મુજબ છે:

(૧) ૧૯૯૧માં તેમણે નાણાં પ્રધાન તરીકે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ અપનાવી તેણે ભારતનું અર્થતંત્ર જડમૂળથી બદલી નાખ્યું. એ એક મોટો આર્થિક ભૂકંપ હતો કે જે રચનાત્મક અને સંઘર્ષમય હતો. અત્યારે ભારતમાં જે કંઈ આર્થિક અને માળખાગત વિકાસ દેખાય છે અને ભવિષ્યમાં દેખાશે તે એ નીતિને આભારી છે.

(૨) ૨૦૦૪-૧૪ના તેમના વડા પ્રધાનપદ સમયે જીડીપીનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર ૭.૫ ટકા રહ્યો. આટલો ઊંચો વિકાસ દર એ પહેલાં કે એ પછી કદી રહ્યો નથી.

આ પણ વાંચો- શું અરવિંદ કેજરીવાલે ખરેખર દિલ્હીમાં શિક્ષણનું ચિત્ર બદલી નાખ્યું છે?

(૩) આ જ દસ વર્ષના ગાળા દરમ્યાન બે વખત વૃદ્ધિ દર ૧૦ ટકા કરતાં પણ વધુ રહ્યો કે જે તે પછી કદી સિદ્ધ થયો નથી. અગાઉ પણ તે એક જ વર્ષે રાજીવ ગાંધીના શાસન દરમ્યાન રહ્યો હતો.

(૪) તેમના દસ વર્ષના શાસન દરમ્યાન માહિતીનો અધિકાર અને ગ્રામ વિસ્તારોમાં રોજગારીનો અધિકાર કાયદા દ્વારા પ્રસ્થાપિત થયા. મનરેગામાં તો સામાજિક ઓડિટની જોગવાઈથી પ્રત્યક્ષ લોકશાહીને બળ મળ્યું.

(૫) તેમના શાસન દરમ્યાન જમીન સંપાદન કાયદામાં લોકોની સંમતિ મહત્ત્વની બને તેવો સુધારો થયો.

(૬) દસ વર્ષના તેમના જ કાર્યકાળમાં શિક્ષણના મૂળભૂત અધિકારને અમલમાં મૂકવા માટેનો કાયદો થયો.

(૭) તેઓ પોતે ઉદારીકરણમાં અને મુક્ત બજારમાં માનતા હોવા છતાં તેમણે અસંગઠિત ક્ષેત્રના કામદારોના સામાજિક કલ્યાણ અને સામાજિક સલામતી માટે છ કાયદાઓ ઘડ્યા.

(૮) તેમણે ૧૧૭ પત્રકાર પરિષદો સંબોધીને જાહેર ચર્ચાને પ્રોત્સાહન આપ્યું અને પત્રકારોને તેમણે મન કી બાત કરી. તેમના કરતાં વધુ સમય શાસન કરનાર ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ કરતાં પણ વધુ વખત તેઓ પત્રકારોને જાહેરમાં મળ્યા અને તેમના સવાલોના ઉત્તરો આપ્યા! દ્વિમર્ગી સંવાદને તેમણે હંમેશાં એ રીતે પોષણ આપ્યું અને આમ લોકશાહીને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો.

(૯) સૌથી અગત્યનો મુદ્દો એ કે જ્યારે ૨૦૦૮-૧૦ દરમ્યાન દુનિયાભરમાં મંદી આવી ત્યારે ભારતમાં તેની અસર ઝાઝી થઈ જ નહિ અને સરેરાશ ૬.૫ ટકાનો વૃદ્ધિ દર સિદ્ધ થયો એ એમની અર્થશાસ્ત્રી તરીકેની કુશળતા. લોકોને મંદીની બહુ અસર થઈ નહોતી.

એક પત્રકારના મતે મનમોહનસિંહ અકસ્માતે બનેલા વડા પ્રધાન હતા, ભલે, પણ ભારતના આર્થિક અને રાજકીય ઇતિહાસ માટે એ એક સુખદ અકસ્માત હતો કારણ કે અટલબિહારી ૨૦૦૪માં ફરી ચૂંટાયા હોત તો દેશ કેટલી જલ્દી આજની દશામાં આવી પડ્યો હોત!

મનમોહનસિંહના શાસન દરમ્યાન થયેલા RTI અને MANREGA જેવા કાયદા અત્યારના તાનાશાહી શાસનને બહુ નડે છે એ જ એમની મહાન સિદ્ધિ છે. બે ભાજપી શાસન વચ્ચે આવેલું મનમોહનસિંહનું સરદારી બફર બહુ અસરદાર રહ્યું એ લોકશાહી ભારતનું સદનસીબ.

આ પણ વાંચો- બજેટ 2025: ગરીબો સીતારામ સીતારામ ભજે!

Related Posts

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો
  • March 25, 2026

SIR: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આવી રહેલી આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત એપ્રિલ 2026 ના પ્રથમ સપ્તાહમાં થવાની શક્યતા છે, બીજી તરફ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન…

Continue reading
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?
  • March 25, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓની મોટી મોટી વાતો માત્ર બોલવા ખાતર બોલી નાખી પછી ભૂલી ગયા હોવાના અનેક દાખલા છે ત્યારે હાલમાં ઈરાન યુદ્ધના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 12 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 7 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 7 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 5 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 7 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો