શું ગુજરાત સરકાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરશે?

  • Gujarat
  • February 25, 2025
  • 0 Comments
  • શું ગુજરાત સરકાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરશે?

ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવાના મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ કરી દીધું હતું.

આદિવાસીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે આજના ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન પ્રશ્નોતરી કાળમાં ઘણો હોબાળો થયો. આ મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા સહીત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોએ ગૃહમાંથી બહાર નીકળી જઇને વિધાનસભા બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને પત્રકારો સાથે વાતચીત કરી હતી.

કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે આ શિષ્યવૃત્તિ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મેનેજમેન્ટ ક્વોટા હેઠળ આપવામાં આવતી હતી. આ શિષ્યવૃત્તિ હવે રાજ્ય સરકારના ઠરાવ દ્વારા બંધ કરી દેવાઈ છે. જ્યારે આ યોજના અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈ જવાબ આપ્યો નહિ, પરંતુ અલગ વાત કરી. અમારી માંગ છે કે સરકાર સ્પષ્ટ જબાબ આપે કે તેઓ આ યોજના ફરી શરૂ કરવા ઈચ્છે છે કે નહી.

આ પણ વાંચો- ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ચાર ભારતીય કંપનીઓ ઉપર મૂક્યો પ્રતિબંધ; ભારત પર કેવો પડશે પ્રભાવ?

આ મુદ્દે વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી અનંત પટેલે જણાવ્યું કે આ સરકાર આદિવાસી સમાજને ભણવા અને આગળ વધવા નથી ઇચ્છતી અને આજે જ્યારે 60થી 70 હજાર જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને સ્પર્શતો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એનો પેટા પ્રશ્નમાં બધાએ એક જ પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતમાં આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી નથી કરી શકતા અને ૨૮-૧૦નો પરિપત્ર રદ્દ કરવામાં માંગો છો કે નહી એની જગ્યાએ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર આદિવાસી સમાજના શિક્ષણ મુદ્દે વાત નથી કરતા.

આદિવાસી સમાજના ચૂંટાયેલ 27 ધારાસભ્ય છે પરંતુ ભાજપના એક આદિવાસી ધારાસભ્યે ઊભા થઈને અમને સમર્થન આપ્યું નથી. આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે, આદિવાસી સમાજ ભણે, GNM ANM કરીને ડિપ્લોમા કરીને આગળ વધે એ આ સરકારને ગમતું નથી પરંતુ તેમણે આદિવાસી સમાજને અન્યાય થાય છે એની વાત નથી કરી. અમે આદિવાસી સમાજ વિરોધની આ સરકારનું માનસ ચિત્ર સમજીને બેઠા છીએ, ભાજપના આદિવાસી સમાજના એકપણ ધારાસભ્ય એ અમને સપોર્ટ કર્યો નથી એ આદિવાસી સમાજ માટે ચિંતાનો વિષયછે.

આ સ્કોલરશીપ બંધ થવાથી મેનેજમેન્ટ ક્વોટામાં અભ્યાસ કરતા આશરે 60,000 જેટલા વિધાર્થીઓના શિક્ષણ પર અસર પડી છે.

આ પણ વાંચો-શું અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે?

Related Posts

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
  • April 30, 2025

Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના…

Continue reading
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 3 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 11 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 23 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 26 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 27 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 33 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર