
- અમેરિકામાં 1,00,000 ઈંડાની ચોરી; બર્ડ ફ્લૂ સાથે શું છે ક્નેક્શન?
અમેરિકામાં ચોરીનો અનોખો મામલો સામે આવ્યો છે. આ ચોરી પૈસા અથવા દાગીનાની નહીં પરંતુ એક લાખ ઈંડાની છે.
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ચોરોએ એક કરિયાણાની દુકાનમાંથી એક લાખથી વધારે ઈંડા ચોરી લીધા છે.
ચોરાયેલા ઈંડાઓની કિંમત 40 હજાર ડોલર એટલે ભારતીય રૂપિયામાં લગભગ 35 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે, આ ચોરી 1 ફેબ્રુઆરીએ એક ટ્રકમાંથી કરવામાં આવી હતી. ચોરોએ ટ્રકના પાછલા ભાગમાં રાખવામાં આવેલા ઈંડાઓની ચોરી કરી લીધી હતી.
આ ચોરી એવા સમયે થઈ છે, જ્યારે બર્ડ ફ્લૂ મહામારીના કારણે અમેરિકામાં ઈંડાઓની કિંમત વધી ગયેલી છે.
અમેરિકાના કૃષિ વિભાગ અનુસાર, હાલના મહિનાઓમાં બર્ડ ફ્લૂ મહામારીના પ્રકોપ દેશના અનેક વિસ્તારોમાં વધી ગયો છે.
આ પણ વાંચો- દિલ્હી વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલમાં બીજેપીને બહુમતિ; આમ આદમી પાર્ટીએ શું કહ્યું?