
- દેશના વિદ્યાર્થીઓ મરી રહ્યા છે: પ્રતિકલાકે 2 તો 24 કલાકમાં 28 વિદ્યાર્થીઓ કરી લે છે આત્મહત્યા
દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાને લઈને કોંગ્રેસની પાંખ એનએસયૂઆઈના પ્રભારી અને જેએનયૂ ફોર્મલ વિદ્યાર્થી કનૈયા કુમારનો કોંગ્રેસે એક વીડિયો એક્સ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યાને લઈને જાણકારી આપવાની સાથે વર્તમાન કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા છે.
કનૈયા કુમારના વીડિયો સાથે કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે, જેવી રીતે ખેડૂતોની આત્મહત્યા પાછળ સિસ્ટમ જવાબદાર છે, તેવી જ રીતે વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ પણ સિસ્ટમ જ જવાબદાર છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓને પ્રેશર કૂકર બનાવી રહી છે અને તેમને રોજ સ્વપ્ના વહેંચવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા ના કરવાને લઈને પોતાની ટ્વિટમાં જણાવ્યું છે કે, સીટ કેટલી છે, પારદર્શક રીતે પરીક્ષા કેવી રીતે યોજાશે, રોજગારના અવસર કેટલા ઉભા થશે, સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવતી નથી.
કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, દેશમાં રોજગાર આપવાના નામે માત્ર કોચિંગ સંસ્થાઓ બનાવવામાં આવી રહી છે, જે માતા-પિતા પાસેથી મસમોટી ફિ વસૂલી રહી છે.
आज देश में हर घंटे करीब 2 छात्र और 24 घंटे में करीब 28 छात्र आत्महत्या कर रहे हैं।
जैसे किसान की आत्महत्या के पीछे सिस्टम जिम्मेदार है, वैसे ही छात्र आत्महत्या के पीछे भी सिस्टम जिम्मेदार है।
ये सिस्टम छात्रों को प्रेशर कुकर बना रहा है और उन्हें रोज सपने बेचे जा रहे हैं।
सीट… pic.twitter.com/aVRRtoxz80
— Congress (@INCIndia) February 15, 2025
કૈનાયા કુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે, દિલ્હીમાં બેસમેન્ટમાં વિદ્યાર્થીની મોત થઈ ગઈ હતી. વધુમાં તેમણે કહ્યું કે, ભારતમાં એક સંસ્કૃતિ છે કે ગામડામાં કોઈનું મોત થઈ જાય તો કોઈના પણ ઘરમાં જમવાનું બનતું નથી. સામેથી કોઈ ડેડ બોડી જઈ રહી હોય તો તેની નાત-જાત પૂછ્યા વગર લોકો તેની આત્મની શાંતિ માટે પ્રાર્થના કરીને નમસ્કાર કરવાનું ચૂકતા નથી.
આપણે કેટલા અસંવેદનશીલ બની ગયા છે કે, વ્યવસ્થાએ આપણને એટલા અંસવેદનશીલ બનાવી દીધા છે કે, દર કલાકે આપણા બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યાં છે એટલે કે માત્ર ચોવીસ કલાકમાં 28 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યાં છે. સ્થિતિ એવી બની ગઈ છે કે, ખેડૂત આત્મહત્યા કરતાં યુવાઓની આત્મહત્યા વધી ગઈ છે.
જેવી રીતે ખેડૂતોની આત્મહત્યા પાછળ સિસ્ટમ જવાબદાર છે તેવી જ રીતે વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ પણ સિસ્ટમ જવાબદાર છે.આ સિસ્ટમ જે વિદ્યાર્થીને મારી રહ્યું છે, એક પ્રેશર કૂકર બનાવી રહ્યું છે, તે સિસ્ટમ એવી રીતે બની રહી છે કે એક તરફ રોજ સ્વપ્ના વહેંચવામાં આવશે, પાંચ ટ્રિલિયનની ઈકોનોમી થઈ ગઈ છે, કોઈ એક વ્યક્તિનું ઉદાહરણ લાવીને તે બતાવવામાં આવશે કે, આનું પેકેજ એક કરોડ રૂપિયાનું છે, અને દરેક વિદ્યાર્થીને પ્રેશર આપવામાં આવશે કે તમે પણ એક કરોડ રૂપિયાનું પેકેજ પ્રાપ્ત કરો. કેવી રીતે પ્રાપ્ત કરશે… સીટ કેટલી છે, પરીક્ષા કેટલી પારદર્શક રીતે લેવાઈ રહી છે, રોજગારના અવસર કેવા છે તેના પર કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી.
આ પણ વાંચો- 6 લાખ રોકડા, વિદેશી દારૂ, 5 લક્ઝરી કાર; હરિયાણામાં ભાજપ નેતાના ઘરે EDનો દરોડો 17 કલાક ચાલ્યો